યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયા પર જળ સંકટ આવ્યું છે. મેઘરાજાના સતત તાંડવના કારણે હાલ રશિયાનો એક મોટો ભાગ જળમગ્ન થઈ ગયો છે. મોસ્કોના લોકો છેલ્લા 2 દિવસથી પાણી વચ્ચે જ જીવન જીવવા માટે મજબૂર છે. રશિયાની ઉરાલ નદીમાં આવેલા પૂરના કારણે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તરફ રશિયાનો મોસ્કો વિસ્તાર મેઘતાંડવનો સામનો કરી રહ્યુ હતું ત્યાં બીજી તરફ ઓરેનબર્ગ પ્રાંતમાં ડેમ તૂટતા તબાહી સર્જાઈ છે. ઉરલ પર્વતોમાં ઉદ્દભવતી ઉરલ નદીના ધસમસતા પૂરને કારણે મોસ્કોથી 1800 કિલોમીટર દૂર આવેલા ઓર્સ્ક શહેરમાં મોટી દૂર્ઘટના થઈ. ઉરલ નદીના પાણીના દબાણના કારણે ઓર્સ્ક શહેરમાં આવેલો એક ડેમ તૂટી ગયો. જેવો ડેમ તૂટ્યો કે શહેરનો મોટા ભાગનો વિસ્તાર પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જ્યાં જુઓ ત્યા બસ પાણી જ પાણી છે. શહેરના રસ્તાઓ ઉપર પણ 3-4 ફૂટ સુધીના પાણી ભરાયેલા છે. અનેક ઘરો પાણીમાં ડૂબેલા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોને બચાવવા માટે જ્યાં રસ્તા પર કાર ચાલતી હતી ત્યાં હાલ બોટ દોડી રહી છે. 


ઓર્સ્ક શહેરના 2 હજારથી વધુ રહેણાંક વિસ્તારોના ઘરોમાં પાણી ફરી વળ્યાં છે. જેથી લોકોને બચાવવા અને તેમને સ્થળાંતરિત કરવા માટે રશિયાની સેના મેદાનમાં આવી ગઈ છે. ફાયર બ્રિગેડ અને સેનાના જવાનો હાલ દરેક વિસ્તારમાંથી લોકોને બચાવવા માટે મથી રહ્યા છે. સેના સામે હાલ સૌથી મોટો પ્રશ્ન અંધારપટનો છે. કારણે કે એક તરફ ચારેબાજુ પાણી છે અને બીજી બાજુ અંધારપટ. પૂરના પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસતા અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે. જેના કારણે આખા વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો છે. દિવસે તો ઠીક પરંતુ સેનાના જવાનોને રાતના અંધારામાં રેસ્ક્યૂ ઓપરશન ચલાવવું ખુબ જ અઘરૂ પડી રહ્યુ છે. જેના કારણે ઓરેનબર્ગ વિસ્તારના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફેડરલ ઇમરજન્સી જાહેર કરી દેવાઈ છે. 


ઓરેનબર્ગ પ્રાંતમાં ડેમ તૂટતા પૂરના ધસમસતા ડેમના પાણી સીધા જ રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયા હતા. જેના કારણે આ વિસ્તારમાં 6300થી વધુ મકાનો પૂરગ્રસ્ત સ્થિતિમાં આવી ગયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ઉરાલ નદીનું જળસ્તર વધી જવાના કારણે 885 બાળકો સહિત 4 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો નદીના જળ સ્તર વધવાના કારણે વધુ 2 હજાર જેટલા ઘરોમાં પાણી ઘૂસતા પૂરગ્રસ્ત મકાનોની સંખ્યા 6 હજારાને વટી ગઈ છે. ઓર્સ્ક શહેરમાં રશિયન રેસ્કયૂ ટીમ અધ્યતન સાધનો સાથે લોકોને બચાવવા માટે મથી રહી છે. તો રશિયાના ઇમરજન્સી બાબતોના પ્રધાન વારંવાર પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે અને રેસ્ક્યૂ ઓપરેશનની સમીક્ષા કરી રહ્યા છે. 


ઉરાલ નદીમાં પૂર આવતા નદીના પાણી અંદાજે 2 હજાર 400 કિલોમીટર વિસ્તારમાં ફરી વળ્યા છે. આ નદી ઓરેનબર્ગ અને કઝાકિસ્તાનમાંથી પસાર થઈને કાસ્પિયન સમુદ્રને મળે છે. ઓરેનબર્ગના સ્થાનિક સત્તાવાળાઓએ પૂરથી અંદાજે 21 અબજ રુબલ્સ એટલે કે 1 હજાર 800 કરોડથી વધુના નુકસાનનો અંદાજ છે. એટલે જ આ પૂરને સદીનું સૌથી ભયાનક પૂર માનવાના આવે છે. 


વીઓ. ઉરાલ નદીના પૂરના કારણે ઓરેનબર્ગમાં ડેમ તૂટવાની શક્યતા છે. તો બીજી તરફ ડેમ તૂટવા પાછળ યૂક્રેનનો હાથ હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે. જેથી વ્લાદિમીર પુતિને તપાસ કરવા માટેના આદેશ કરી દેવાયા છે. તો 10 મહિના પહેલાં યુક્રેન 20 એપ્રિલ સુધીમાં પાણી ઓછી ન થવાની શક્યતા છે. તાજેતરના દિવસોમાં કઝાકિસ્તાનના કેટલાંક વિસ્તારો સહિત ઉરલ પર્વતો અને સાઇબિરીયાના વિસ્તારો ગંભીર પૂરથી પ્રભાવિત થયા છે.


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube