યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યા માટે મોકલ્યા 400 કિલર્સ, હિટ લિસ્ટમાં 23 લોકોના નામ
રશિયાના યુક્રેન પર હુમલા બાદ બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. રશિયાની સેના જ્યાં રાજધાની કિવ તરફ આગળ વધી રહી છે ત્યાં યુક્રેન પણ સતત રશિયાના હુમલાનો જવાબ આપી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હવે રશિયાએ યુક્રેન માટે નવી રણનીતિ અપનાવી છે. આ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીની હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.
લંડન: રશિયાના યુક્રેન પર હુમલા બાદ બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. રશિયાની સેના જ્યાં રાજધાની કિવ તરફ આગળ વધી રહી છે ત્યાં યુક્રેન પણ સતત રશિયાના હુમલાનો જવાબ આપી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હવે રશિયાએ યુક્રેન માટે નવી રણનીતિ અપનાવી છે. આ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીની હત્યાનો પ્લાન બનાવવામાં આવ્યો છે.
પ્રાઈવેટ મિલિટ્રી ગ્રુપને સોંપવામાં આવ્યું કામ
આ અંગે બ્રિટનના અખબાર ડેઈલી મેઈલે મોટો દાવો કર્યો છે. અખબારના જણાવ્યાં મુજબ રશિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીની હત્યા કરવા માટે ખૂંખાર પ્રાઈવેટ મિલિટ્રી ગ્રુપ 'વેગનર ગ્રુપ'ને કામે લગાવ્યું છે. આ કામને અંજામ આપવા માટે ગ્રુપના 400 સભ્યો યુક્રેનમાં કામ કરી રહ્યા છે.
હિટ લિસ્ટમાં 23 નામ
વેગનર ગ્રુપના હિટ લિસ્ટમાં કુલ 23 લોકો છે. જેમાં કિવના મેયરનું નામ પણ સામેલ છે. બ્રિટિશ અખબાર ડેઈલી મેઈલના જણાવ્યાં મુજબ આ ખૂંખાર વેગનર ગ્રુપ રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીની હત્યા કરવા માટે આફ્રિકાથી યુક્રેન માટે ઉડી ચૂક્યા છે. આ ગ્રુપના લિસ્ટમાં રાષ્ટ્રપતિ જેલેન્સ્કી ઉપરાંત કિવના મેયર વિટાલી ક્લિટસ્કો, મેયરના ભાઈ વલાદમિર લાદક્લિટસ્કો સહિત કુલ 23 લોકોના નામ છે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube