Moscow Mass Shooting: મુસ્લિમ દેશોના દોસ્ત રશિયા પર કટ્ટરપંથીઓએ કેમ કર્યો હુમલો? ISIS સાથે કઈ આજકાલનું નથી
રશિયાની રાજધાની મોસ્કોમાં જે થયું તે રશિયાને લાંબા સમય સુધી હેરાન પરેશાન રાખશે. જે પ્રકારે નિર્દોષો પર આતંકીઓએ ફાયરિંગ કર્યું તે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વર્ષો સુધી ભૂલી શકશે નહીં. આ ઘટનાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. મોસ્કોમાં શુક્રવારે સાંજે કોન્સર્ટ હોલમાં હુમલાની એક એક તસવીર દર્શાવે છે કે કેવી રીતે હુમલાખોરો પૂરા પ્લાનિંગ સાથે આ હુમલાને અંજામ આપવા માટે પહોંચ્યા હતા.
રશિયાની રાજધાની મોસ્કોમાં જે થયું તે રશિયાને લાંબા સમય સુધી હેરાન પરેશાન રાખશે. જે પ્રકારે નિર્દોષો પર આતંકીઓએ ફાયરિંગ કર્યું તે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વર્ષો સુધી ભૂલી શકશે નહીં. આ ઘટનાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. મોસ્કોમાં શુક્રવારે સાંજે કોન્સર્ટ હોલમાં હુમલાની એક એક તસવીર દર્શાવે છે કે કેવી રીતે હુમલાખોરો પૂરા પ્લાનિંગ સાથે આ હુમલાને અંજામ આપવા માટે પહોંચ્યા હતા અને રશિયાની કડક સુરક્ષાને ભેદવાની પણ સંપૂર્ણ તૈયારી કરેલી હતી. મોસ્કોમાં થયેલા આ હુમલામાં 60થી વધુ લોકોના જીવ ગયા અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. આ કાયરતાપૂર્ણ હુમલા પાછળ દુનિયાના સૌથી ખતરનાક આતંકી સંગઠનોમાંથી એક ગણાતા ISIS નો હાથ હોવાનું સામે આવ્યું છે.
ISIS એ રશિયનો પર કેમ હુમલો કર્યો?
ક્રોકર્સ સિટી હોલમાં થયેલા હુમલાની જવાબદારી ISIS એ લીધી છે. ISIS એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખીને જણાવ્યું કે તેના લોકોએ આ હુમલાને અંજામ આપ્યો છે. એવો દાવો પણ કર્યો કે હુમલાને અંજામ આપીને તેઓ સુરક્ષિત રીતે ત્યાંથી નીકળી ગયા. બીજી બાજુ અમેરિકાએ પણ કહ્યું છે કે તેણે અગાઉથી જ રશિયાને ISIS ના આ મનસૂબાઓ વિશે ચેતવ્યું હતું.
હચમચી ઉઠ્યું રશિયા
મોસ્કોના જે ક્રોકર્સ સિટી હોલ કોન્સર્ટ વેન્યૂને નિશાન બનાવવામાં આવ્યું ત્યાં હુમલા સમયે 5 લોકોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને બોમ્બ પણ ફેંક્યા હતા. હુમલા બાદ અફરાતફરી મચી હતી. એટેક બાદ આગની ઊંચી ઊંચી જ્વાળાઓ જોવા મળી હતી. લોકોની દર્દનાક ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ISIS એ પહેલા પણ કર્યો હતો એટેક
આ હુમલાને ISIS ની અફઘાન શાખાએ અંજામ આપ્યો જેને ISIS-K નામથી ઓળખવામાં આવે છે. ISIS અગાઉ પણ રશિયાને નિશાન બનાવી ચૂક્યું છે. જેમાં 2019માં 3 રશિયન અધિકારીઓ પર હુમલો થયો હતો. 2022માં કાબુલમાં થયેલા રશિયન દૂતાવાસ પરના હુમલા પાછળ પણ ISIS નો જ હાથ હતો. ISIS એ હાલમાં જ પુતિનનો ખુબ વિરોધ કર્યો અને અગાઉ પણ પુતિનની ટીકા કરેલી છે. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ ISI રશિયાને મુસ્લિમો પર અત્યાચાર કરનારી ગતિવિધિઓમાં ભાગીદાર માને છે અને ક્રેમલિન પર મુસ્લિમોની હત્યા કરવાનો આરોપ પણ લગાવતું રહ્યું છે.
શું છે આ ISIS-K
આ જ કારણ છે કે એક્સપર્ટ્સ પણ આ હુમલાને એ જ રીતે જોઈ રહ્યા છે. હવે અમે તમને ISIS ની એ શાખા વિશે જણાવીશું જે વારંવાર રશિયાને નિશાન બનાવે છે. ઈસ્લામિક સ્ટેટ-કેનો અર્થ ઇસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન શાખા છે. તેનું પૂરું નામ ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન અનેઆ નામ તે વિસ્તાર માટે જૂના શબ્દ પર રખાયો છે. જેમાં ઈરાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાનના કેટલાક ભાગ સામેલ છે.
હુમલાની હતી આશંકા
આ આતંકવાદી સંગઠન 2014ના અંતમાં પૂર્વ અફઘાનિસ્તાનમાં ઉભરી આવ્યું અને ઝડપથી પોતાની ક્રુરતા માટે આખી દુનિયામાં કુખ્યાત થઈ ગયું. આ સંગઠન ક્રૂર ઈસ્લામિક શાસનની સ્થાપના સમગ્ર દુનિયામાં કરવા માંગે છે અને તેનો હેતુ દુનિયામાંથી બાકી તમામ ધર્મોનું નામોનિશાન મિટાવવાનું છે. રશિયામાં સતત ISIS નો દબદબો વધારવાની કોશિશ થઈ રહી છે. હાલમાં જ આ મહિનાની શરૂઆતમાં જ રશિયાના કૌકાસસમાં ISIS ના છ આતંકીઓ માર્યા ગયા હતા. ત્યારથી એવી આશંકા જતાવવામાં આવી રહી હતી કે ISIS રશિયામાં મોટા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube