કિવ: યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેમનો દેશ રશિયા સાથે શાંતિ વાર્તા કરવા તૈયાર છે, પરંતુ બેલારુસમાં નહીં, જે મોસ્કોના ત્રણ દિવસના હુમલા માટે ગ્રાઉન્ડ સપોર્ટ આપી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેલારુસમાં મંત્રણા કરશે નહીં યુક્રેન
રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ રવિવારે એક વીડિયો સંદેશમાં વૈકલ્પિક સ્થળો તરીકે વારસો, બ્રાતિસ્લાવા, ઈસ્તાંબુલ, બુડાપેસ્ટ અથવા બાકૂનું નામ લીધું. તેમણે કહ્યું કે અન્ય સ્થળોએ વાતચીત થઈ શકે છે પરંતુ સ્પષ્ટતા કરી કે યુક્રેન બેલારુસમાં મંત્રણા કરશે નહીં.


રશિયન પ્રતિનિધિમંડળ પહોંચ્યું બેલારુસ
ક્રેમલિને રવિવારે જણાવ્યું હતું કે યુક્રેનિયન અધિકારીઓ સાથે વાટાઘાટો કરવા માટે એક પ્રતિનિધિમંડળ બેલારુસના હોમેલ શહેર પહોંચ્યું હતું. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળમાં લશ્કરી અધિકારીઓ અને રાજદ્વારીઓનો સમાવેશ થાય છે.

પેટ્રોલ 20 અને ડીઝલ 15 રૂપિયા મોંઘું, ક્રૂડમાં તેજી બાદ ભાવમાં લાગી આગ


યુક્રેન પર સતત હુમલો કરી રહી છે રશિયન સેના
તેમણે કહ્યું કે 'રશિયન પ્રતિનિધિમંડળ વાતચીત માટે તૈયાર છે અને અમે યુક્રેનના સત્તાવાળાઓની રાહ જોઈ રહ્યા છીએ. તમને જણાવી દઇએ કે ગુરૂવારે યૂક્રેન પર હુમલો કરી દીધો અને તેની સેના ઉત્તરમાં મોસ્કોની સહયોગી બેલારૂસની તરફ આગળ વધી રહી છે. 


(ઇનપુટ ભાષા) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube