Russia Ukraine War: યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલા સતત વધી રહ્યા છે. આ બધા વચ્ચે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે રશિયાએ યુક્રેનમાં યુદ્ધ દરમિયાન વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો છે. અત્રે જણાવવાનું કે રશિયાના રાષ્ટ્રપતિએ હાલમાં જ દેશની ન્યૂક્લિયર ફોર્સને તૈયાર કરવા માટે કહ્યું હતું. વેક્યૂમ બોમ્બ ન્યૂક્લિયર બોમ્બ બાદ સૌથી ખતરનાક ગણાય છે. જેને રશિયાએ 'ફાધર ઓફ ઓલ બોમ્બ' નામ પણ આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દાવો યુક્રેનના અમેરિકામાં રાજદૂત ઓકસાના માર્કારોવાએ કર્યો. તેમણે કહ્યું કે રશિયાએ આ વિનાશક બોમ્બનો ઉપયોગ કર્યો છે. આ બોમ્બને જીનેવા કન્વેન્શન દરમિયાન બેન કરાયો હતો. ઓકસાના માર્કારોવાએ દાવો કર્યો છે કે રશિયાએ આ બોમ્બનો ઉપયોગ એરસ્ટ્રાઈક દરમિયાન કર્યો. આ ઉપરાંત યુક્રેનમાં ઓખતિર્કાના મેયરે પણ આ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે રશિયા પર વેક્યૂમ બોમ્બ છોડવાનો આરોપ લગાવ્યો છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube