મોસ્કોઃ રશિયાએ શુક્રવારે હાઈટ્રોમટેરોલોજિકલ ઉપગ્રહ અને અન્ય 32 નાના ઉપગ્રહને અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરવા માટે પોતાનું સોયુઝ 2.1a રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. રશિયાના અંતરિક્ષ નિગમ રોસ્કોસમોસે એક નિવેદનમાં જણાવ્યું કે, દેશના પૂર્વમાં આવેલા વોસ્ટોચની અંતરિક્ષ સ્ટેશન ખાતેથી આ રોકેટને સ્થાનિક સમય અનુસાર સવારે 8.14 કલાકે છોડવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોસ્કોસમોસે લાઈવ પ્રસારણમાં જણાવ્યું કે, રશિયાના MATOR-M No.2.2 હાઈડ્રમટેરોલોજિકલ ઉપગ્રહને સફળતાપૂર્વ અંતરિક્ષમાં પૃથ્વીની ભ્રમણકક્ષાથી 832 કિમીની ઊંચાઈએ પ્રક્ષેપિત કરી દેવાયો છે. આ ઉપરગ્રહ વાદળોની તસવીરો, પૃથ્વીની સપાટી, માઈક્રોવેવે શ્રેણીમાં બરફ અને બરફના પડની માહિતી મેળવવામાં મદદરૂપ બનશે. 


સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, તે સમુદ્રના તાપમાન, ઓઝોનના પડની સ્થિતિની સાથે-સાથે વાતાવરણમાં ભેજનું સ્તરને નક્કી કરવાના ડાટા પ્રાપ્ત કરવામાં પણ મદદ કરશે. તેના કારણે હવામાન સંબંધિત આગાહી અત્યંત ચોકસાઈપૂર્વક કરી શકાશે. 


રોસ્કસમોસે જણાવ્યું કે, સોયુઝ સાથે મોકલવામાં આવેલા અન્ય નાના ઉપગ્રહ જર્મની, ફ્રાન્સ, અમેરિકા, ઈઝરાયેલ, બ્રિટન, સ્વીડન, ફિનલેન્ડ, થાઈલેન્ડ, ઈક્વાડેર, ચેક ગણરાજ્ય અને એસ્ટોનિયાના હતા. ત્રણ ઉપગ્રહનું નિર્માણ રશિયાની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરાયું હતું. જેનો હેતુ અંતરિક્ષ હવામાન સંશોધનની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો અને નાગરિક વિમાનોના પરિવહન પર દેખરેખ રાખવાનો છે. 


જૂઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....