નવી દિલ્હી: રશિયાએ કહ્યું કે યૂક્રેનમાં વિદેશી હથિયાર લઇ જનાર કાફલાને રશિયન સશસ્ત્ર દળો દ્વારા કાયદેસર રીતે નિશાન બનાવવામાં આવશે. દેશના ઉપ વિદેશ મંત્રી સર્ગેઇ રિયાબકોવે કહ્યું કે રશિયાએ સંયુક્ત રાજ્યને યૂક્રેનને હથિયાર મોકલતા ખરાબ પરિણામ ભોગવવાની ચેતાવણી આપી છે. તેમણે કહ્યું કે યૂક્રેનને વિદેશી હથિયાર પહોંચાડનાર કાફલાને રશિયન સશસ્ત્ર દળોના ટાર્ગેટ પર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૈયારી પુરી એલાન થવાનું બાકી
તેમણે એ પણ કહ્યું કે અમેરિકા અને પશ્વિમ વિરૂદ્ધ બદલો લેવાના પ્રતિબંધોની યાદી તૈયાર છે અને તે જલદી જ સાર્વજનિક કરવામાં આવશે. રિયાબકોવે કહ્યું કે જો વોશિંગટન તેના માટે તૈયાર છે તો રશિયા અમેરિકા સાથે એક સુરક્ષા વાર્તા ફરીથી શરૂ કરી શકે છે. 


રશિયાએ કર્યો આ દાવો
તેમણે કહ્યું કે એમ કહીશું નહી કે સુરક્ષા ગેરેન્ટી પર રશિયાના પ્રસ્તાવ સંપૂર્ણ રીતે લાગૂ થશે, કારણ કે સ્થિતિ બદલાઇ ગઇ છે. બીજી તરફ યૂક્રેને દાવો કર્યો છે કે રશિયન કમાન્ડે તે લોકોની બ હરતી માટે યાદી તૈયાર કરી છે, જે સૈન્ય સેનાના બદલે સામુદાયિક સેવા શ્રમિકોના રૂપમાં યૂક્રેન વિરૂદ્ધ કામ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube