નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા સંકટ વચ્ચે ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન વાતચીત થઈ છે. આ મંત્રણાને બંને દેશો વચ્ચે યુદ્ધ અટકાવવાના 'છેલ્લા' પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. તાજેતરના અપડેટ અનુસાર, બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે અને ટૂંક સમયમાં પુતિન અને અમેરિકાના પ્રમુખ બાઇડેન મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જણાવી દઈએ કે રવિવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને યુક્રેન તણાવ ઓછો કરવા માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ 105 મિનિટ સુધી વાતચીત થઈ હતી. મેક્રોનના કાર્યાલયે આ માહિતી આપી છે. 105 મિનિટ સુધી ચાલેલી ફોન વાતચીતમાં તેઓ વર્તમાન સંકટના ઉકેલ પર પણ સહમત થયા હતા. આ મુજબ, બંને દેશો વચ્ચે આ વાતચીત યુક્રેનના મુદ્દા પર થઈ રહી છે અને તે પહેલાથી જ નક્કી હતું.


તેમના ટોચના રાજદ્વારીએ રવિવારે જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધમાં તણાવ ઓછો કરવા માટે યુએસ પ્રમુખ જો બાઇડેન "કોઈપણ સમયે" રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મળવા માટે પણ તૈયાર છે.


આ વાટાઘાટો મેક્રોનની રશિયાની મુલાકાતના બે અઠવાડિયા પછી થઈ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે વાટાઘાટોનો ઉદ્દેશ્ય રશિયાને યુક્રેનની સરહદ પર મોટા પાયે સૈનિકો મોકલવાનું બંધ કરવા માટે સમજાવવાનો હતો.


આ પણ વાંચોઃ શું યુક્રેન પર ન્યૂક્લિયર હુમલાની તૈયારી કરી રહ્યું છે રશિયા? સામે આવ્યા 5 મોટા સંકેત


યુક્રેનિયન સૈનિકો અને રશિયન સમર્થિત અલગતાવાદીઓ વચ્ચે ગોળીબાર થયો છે અને પૂર્વી યુક્રેનમાં હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આનાથી રવિવારે આશંકા ઉભી થઈ હતી કે રશિયા મુશ્કેલીગ્રસ્ત વિસ્તારમાં હુમલો કરી શકે છે. પશ્ચિમી નેતાઓએ ચેતવણી આપી છે કે રશિયા પડોશી યુક્રેન પર હુમલો કરી શકે છે અને તેણે સરહદની ત્રણ બાજુએ લગભગ 150,000 સૈનિકો, યુદ્ધ વિમાનો અને અન્ય સાધનો તૈનાત કર્યા છે. 


રશિયાએ શનિવારે પડોશી દેશ બેલારુસમાં પરમાણુ કવાયત હાથ ધરી છે અને તેની નૌકાદળની કવાયત કાળા સમુદ્રના કિનારે ચાલી રહી છે. અમેરિકા અને ઘણા યુરોપિયન દેશોએ આશંકા વ્યક્ત કરી છે કે રશિયા હુમલો કરવા માટે બહાનું શોધી રહ્યું છે. પશ્ચિમી દેશોએ પણ હુમલાની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિબંધોની ચેતવણી આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube