મોસ્કો/કીવઃ કશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલો તણાવ રવિવારે અચાનક ગરમ થતો જોવા મળ્યો છે. સમાચાર મળી રહ્યાં છે કે રશિયાએ યુક્રેનના બે સશસ્ત્ર વાહનોને તબાહ કરી દીધા છે, જે કથિત રીતે સરહદ પાર કરી રશિયાના ક્ષેત્રમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. રશિયાની સાઉધર્ન મિલિટ્રી ડિસ્ટ્રિક્ટની પ્રેસ સર્વિસના હવાલાથી રશિયાના મીડિયાએ આ દાવો કર્યો છે. જાણકારી અનુસાર રશિયા સૈનિકો અને એફએસબી બોર્ડર ગાર્ડ્સે પાંચ યુક્રેની સૈનિકોને પણ ઠાર કર્યા છે, જે ગેરકાયદેસર રૂપથી રશિયાની સરહદને પાર કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી આરએનઆઈએ સાઉથ મિલિટ્રી ડિસ્ટ્રિક્ટના હવાલાથી જણાવ્યુંજ સાઉધર્ન મિલિટ્રી ડિસ્ટ્રિક્ટની એક યુનિટે રશિયા એફએસબીની સરહદી ટુકડીની સાથે મળી યુક્રેન તરફથી એક વિદ્રોહી સમુહને રશિયાની સરહદનું ઉલ્લંઘન કરતા રોકવામાં આવી. સમાચાર પ્રમાણે બે હથિયારબંધ વાહનોને પણ તબાહ કરી દેવામાં આવ્યા જેમાં યુક્રેનના પાંચ સૈનિકોના મોત થયા છે. આ કાર્યવાહીમાં રશિયા સેના તરફથી કોઈ દુર્ઘટનાની સમાચાર નથી. 


યુક્રેને તમામ આરોપો નકાર્યા
કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના યુક્રેન અને રશિયાના રોસ્તોવ ક્ષેત્રની વચ્ચે સરહદ પર થઈ છે. રશિયાની સેનાએ એન્ટી-ટેન્ક હથિયારોનો ઉપયોગ કરી યુક્રેની વાહનોને તબાહ કરી દીધા છે. રશિયાના આરોપો બાદ યુક્રેનના વિદેશ મંત્રીએ તેનું ખંડન કર્યુ છે. તેમણે ડોનેટ્સ્ક અને લુહાન્સ્કી પર હુમલાને લઈને રશિયા પર ગોળીબારી, વિદ્રોહીઓને સરહદ પાર મોકલવા સહિત તમામ આરોપો નકાર્યા છે. 


આ પણ વાંચોઃ રશિયા અને યુક્રેન વચ્ચે માહોલ ગરમ! માસ્કોએ ફરી લગાવ્યો ગોળીબારીનો આરોપ, કીવે કર્યો ઈનકાર


વિદ્રોહ ભડકાવી રહ્યાં છે રશિયન સૈનિક
યુક્રેને કહ્યું કે, તેણે રશિયાના ક્ષેત્ર પર ગોળીબારી કરી નથી. યુક્રેનની સેનાએ પહેલાં પણ રશિયા પર નકલી ગોળીબારીની તસવીર જાહેર કરવાનો આરોપ લગાવ્યો જેથી તે સાબિત કરી શકાય કે તેની પાછળ યુક્રેન છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાના સૈનિક વિદ્રોહીઓના કબજાવાળા પૂર્વી યુક્રેનમાં ઘુસી ચુક્યા છે અને રશિયાની સેનાની સાથે મળીને વિદ્રોહ ભડકાવી રહ્યાં છે. બીજી તરફ સંભવિત યુદ્ધને રોકવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. 


પુતિનની સાથે બેઠક માટે તૈયાર બાઇડેન
વ્હાઇટ હાઉસે કહ્યું છે કે રશિયા જો યુક્રેન પર હુમલો ન કરો તો અમેરિકાના રાષ્ટ્રપતિ પુતિન સાથે સૈદ્ધાંતિક રૂપથી બેઠક કરવા તૈયાર છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિની મધ્યસ્થતાથી આ સ્થિતિ બની છે. અમેરિકાએ સતત ચેતવણી આપી છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે અને જો તે આવું કરશે તો રશિયા પર કડક પ્રતિબંધ લગાવવાની ચેતવણી પણ આપી છે. બીજી તરફ રશિયાએ યુક્રેન પર હુમલો કરવાના અમેરિકાના દાવાને ફગાવી દીધા છે.


આ પણ વાંચોઃ યુક્રેન સંકટ: પુતિને ન્યૂક્લિયર ડ્રિલ દ્વારા દેખાડ્યો દમ, 'બ્લેક સી'માં હલચલથી સમગ્ર દુનિયામાં ખળભળાટ


અમેરિકા રાજદ્વારી ઉકેલ શોધી રહ્યું છે
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું: "રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે હુમલો શરૂ થાય ત્યારથી અમે રાજદ્વારી ઉકેલ શોધવા માટે પ્રતિબદ્ધ છીએ." સાકીએ કહ્યું કે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન અને રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ પણ આ અઠવાડિયે યુરોપમાં મળી શકે છે જો કે રશિયા લશ્કરી કાર્યવાહી તરફ આગળ ન વધે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube