Russia-Ukraine Conflict Updates: રશિયા અને યુક્રેન વચ્ચે જંગનું જોખમ ટળ્યું નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને ફરી આશંકા જતાવી છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. તેમણે એવો પણ અંદેશો જતાવ્યો છે કે રશિયા આ વખતે સીધો યુક્રેનની રાજધાની કીવ પર હુમલો કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ડ્રિલથી વધી ચિંતા
આ બધા વચ્ચે રશિયાએ બેલારૂસમાં ન્યૂક્લિયર ડ્રિલ સાથે કાળા સાગરમાં યુદ્ધાભ્યાસ કર્યો છે. રોયટર્સમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ રશિયાએ યુક્રેનને ત્રણેય બાજુથી ઘેરી રાખ્યું છે. પુતિને પોતે આ ન્યૂક્લિયર ડ્રિલને મોનિટર કરી છે. યુક્રેન સીમા પર હજુ પણ રશિયન ફોર્સનો જમાવડો છે. જ્યારે રશિયાએ યુક્રેનની સીમાથી સૈનિકોની વાપસીની જાહેરાત કરી હતી. આમ છતાં રશિયન સૈનિકોની સંખ્યા ત્યાં વધી રહી છે. પૂર્વ યુક્રેનમાં શેલિંગ વધ્યું છે. 


રશિયાએ યુક્રેનની સીમા પર ફાઈટર વિમાનો, મિલેટ્રી વ્હિકલ સહિત ભારે હથિયારોની તૈનાતી કરી છે. પુતિનના મગજમાં શું ચાલી રહ્યું છે તે કોઈ જાણતું નથી પરંતુ આ સ્થિતિમાં જિયો પોલિટિકલ એક્સપર્ટ્સનું માનવું છે કે જ્યારે બે દેશો વચ્ચે જંગ જેવી સ્થિતિ હોય તો ન્યૂક્લિયર ડ્રિલ તે જોખમને વધારે છે. 


યુક્રેન સંકટ: પુતિનને મળવા તૈયાર તો થયા બાઈડેન, પરંતુ રાખી આ મોટી શરત


યુદ્ધ રોકવાની કોશિશ ચાલુ
તણાવ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીએ રશિયાને વાતચીતનું આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે રશિયા જગ્યા નક્કી કરે જ્યાં બંને દેશોના નેતા આ વિવાદને બેસીને ઉકેલી શકે. અત્રે જણાવવાનું કે આ પહેલનો રશિયાએ હાલ કોઈ જવાબ આપ્યો નથી. જ્યારે પશ્ચિમી દેશોની વાત કરીએ તો બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનનું કહેવું છે કે રશિયા 1945ના બીજા વિશ્વયુદ્ધ બાદ યુરોપમાં સૌથી મોટી જંગની તૈયારી કરી રહ્યું છે. આ બાજુ જર્મની અને ઓસ્ટ્રિયાએ પોતાના દેશોના નાગરિકોને યુક્રેન છોડવાનું કહ્યું છે. 


પાકિસ્તાનને હવે સાન ઠેકાણે આવી!, ભારત સાથે વેર બરબાદ કરી નાખશે, આ મામલે નતમસ્તક થવા તૈયાર


પુતિનની સીક્રેટ ગેમ!
રશિયાએ યુક્રેન સાથે જોડાયેલી સરહદની આસપાસ રહેતા લોકોને કાઢવાનું શરૂ કરી દીધુ છે. યુક્રેન સરહદ નજીક ડોનેત્સકથી લોકોને બહાર કાઢીને સીધા રશિયા મોકલવામાં આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી મુજબ અત્યાર સુધીમાં 7 લાખ લોકોને પાસપોર્ટ જારી થઈ ચૂક્યા છે. ડોનેત્સકમાં કથિત રીતે રશિયા સમર્થિત અલગાવવાદિયોનો કબ્જો છે. અહીંના અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસથી યુક્રેની સેના હુમલા કરી રહી છે. જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ત્યાંથી બહાર કાઢવામાં આવેલા દરેક નાગરિકને 10 હજાર રૂબલની આર્થિક મદદની જાહેરાત કરી છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube