નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધી રહ્યો છે. રશિયાના 1.5 લાખથી વધુ સૈનિક યુક્રેનની સરહદ પાસે તૈનાત છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ ચિંતા વ્યક્ત કરી છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ બનવાથી ત્રીજા વિશ્વ યુદ્ધનોખતરો પણ ઉભો થઈ શકે છે. તે એટલા માટે કારણ કે બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પહેલા કહી ચુક્યા છે કે રશિયા બીજા વિશ્વ યુદ્ધ બાદ યુરોપમાં સૌથી મોટા જંગની તૈયારી કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયા અને યુક્રેનના મહાજંગનો ખતરો એટલા માટે પણ વધ્યો છે કારણ કે યુક્રેનની રક્ષા માટે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને જર્મની જેવા નાટો દેશોએ પોતાનું સૈન્ય મોકલી આપ્યું છે. બીજી તરફ રશિયા-યુક્રેનની સરહદ પર હથિયાર અને સૈનિકોની તૈનાતી સતત વધારી રહ્યું છે. 


આ પહેલા દુનિયામાં બે વિશ્વ યુદ્ધ થઈ ચુક્યા છે અને બંને જેગમાં જેટલી તબાહી મચી હતી, તે ત્રીજા વિશ્વ યુદ્ધમાં થનારા નુકસાનની ડરાવતી તસવીર દેખાડે છે. બંને વિશ્વ યુદ્ધમાં ન માત્ર કરોડો મોત થયા હતા, પરંતુ ભુખમરો અને મોંઘવારી જેવી સ્થિતિ બની ગઈ હતી. આવો જાણીએ પ્રથમ અને બીજુ વિશ્વ યુદ્ધ કઈ રીતે શરૂ થયું હતું?


આ પણ વાંચોઃ રશિયા સરહદ પર 'પાકિસ્તાન' જેવો દેશ બનાવવા ઈચ્છી રહ્યું છે અમેરિકા, સમજો શું છે રણનીતિ


પ્રથમ વિશ્વ યુદ્ધ
- પ્રથમ વિશ્વ યુદ્ધ 28 જુલાઈ 1914થી 11 નવેમ્બર 2018 સુધી ચાલ્યું હતું. કોઈપણ દેશ આ યુદ્ધની જવાબદારી લેતો નથી. પરંતુ પ્રથમ વિશ્વ યુદ્ધનું કારણ ઓસ્ટ્રિયા-હંગરી સામ્રાજ્યના ઉત્તરાધિકારી અને તેની પત્નીની હત્યાને માનવામાં આવે છે. 


- જૂન 1914માં ઓસ્ટ્રિયા-હંગરી સામ્રાજ્યના ઉત્તરાધિકારી આર્ચડ્યૂક ફર્ડિનેન્ડ પોતાની પત્નીની સાથે બોસ્નિયાના સારાએવોના પ્રવાસ પર હતા. 28 જૂન 1914ના તેમની હત્યા કરી દેવામાં આવી. તે દિવસે તેમના લગ્નની 14મી વર્ષગાંઠ હતી. આ હત્યાનો આરોપ સર્બિયા પર લાગ્યો.


- મહિના બાદ ઓસ્ટ્રિયાએ સર્બિયા વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું. ત્યારબાદ ધીમે-ધીમે બાકી દેશ પણ સામેલ થતા ગયા અને બે દેશોનો જંગ વિશ્વ યુદ્ધમાં બદલાયો. આ યુદ્ધમાં જર્મની, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા જેવા દેશ સામેલ હતા. 


- 4 વર્ષ ચાલેલા યુદ્ધ બાદ 11 નવેમ્બર 2017ના જર્મનાના સરેન્ડરની સાથે પ્રથમ વિશ્વ યુદ્ધ ખતમ થઈ ગયું. 28 જૂન 1919ના જર્મનીએ વર્સાય સંધી પર હસ્તાક્ષર કર્યા. આ સંધી હેઠળ જર્મનીએ પોતાના મોટા ભાગને ગુમાવવો પડ્યો. જર્મની પર અનેક પ્રતિબંધ પણ લગાવી દેવામાં આવ્યા. બ્રિટિશ સરકાર પ્રમાણે પ્રથમ વિશ્વ યુદ્ધમાં 94 લાખ લોકોના મોત થયા હતા. 


આ પણ વાંચોઃ Ukraine Crisis News: યુક્રેન વિવાદ પર કેમ અમેરિકાના દબાવ છતાં રશિયાની સાથે છે ભારત, પાકિસ્તાન પણ છે કારણ


બીજુ વિશ્વ યુદ્ધ
- પ્રથમ વિશ્વ યુદ્ધની જવાબદારી જર્મની પર નાખવામાં આવી અને કહેવામાં આવે છે કે તેને વર્સાયની સંધી પર હસ્તાક્ષર કરવા માટે મજબૂર કરવામાં આવ્યું. જર્મન  નેશનલ સોશલિસ્ટ (નાઝીવાદ) પાર્ટીના નેતા એડોલ્ફ હિટલરે વર્સાય સંધીને તોડવાનું વચન આપ્યું.


- ફેબ્રુારી 1933માં હિટલરને જર્મનીના ચાન્સલર બનાવવામાં આવ્યા, ત્યારબાદ તેણમે ખુદને તાનાશાહના રૂપમાં સ્થાપિત કરી દીધા. માર્ચ 1938માં જર્મની અને ઓસ્ટ્રિયા એક થઈ ગયા. હિટલરની સેનાએ માર્ચ 1939માં ચેકોસ્લોવાકિયા પર હુમકો કરી કબજો કરી લીધો.


- ચેકોસ્લોવાકિયા પર કબજા બાદ પોલેન્ડનો વારો હતો. 1 સપ્ટેમ્બર 1939ના જર્મનીની સેના પોલન્ડમાં ઘુસી ગઈ અને આ સાથે બીજુ વિશ્વ યુદ્ધ શરૂ થયું. ત્યારબાદ દુનિયા બે ભાગમાં વિભાજીત થઈ. એક હતા મિત્ર રાષ્ટ્ર જેમાં અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, સોવિયત સંઘ જેવા દેશ હતા અને બીજી તરફ જર્મની, ઇટાલી અને જાપાન સામેલ હતા. 


- હિટલરની સેનાએ નર્વે, લકઝમબર્ગ, બેલ્જિયમ, નેધરલેન્ડ જેવા દેશો પર કબજો કરવાનું શરૂ કરી દીધું. જર્મન સેનાએ સોવિયત સંઘ વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું. પરંતુ જર્મન સૈનિક સોવિયત સેનાની આગળ વધુ ટકી શક્યા નહીં. બાદમાં હિટલરે અમેરિકા વિરુદ્ધ જંગ શરૂ કરી દીધો.


- સોવિયત સંઘ સામે હાર બાદ જર્મન સૈનિકોને યુરોપમાંથી પણ બહાર કાઢવામાં આવ્યા. અમેરિકા, બ્રિટન અને સોવિયત સંઘે મળીને જર્મન શહેરો પર બોમ્બવર્ષા શરૂ કરી. આખરે જર્મનીની હાર લગભગ નક્કી થઈ ગઈ તો 30 એપ્રિલ 1945ના હિટલરે આત્મહત્યા કરી લીધી. 8 મે 1945ના જર્મનીએ સરેન્ડર કરી દીધું. 


- જર્મનીના સરેન્ડર બાદ પણ જાપાન આત્મ સમર્પણ માટે તૈયાર નહોતું. આ કારણે અમેરિકાએ 6 ઓગસ્ટ 1945ના હિરોશિમા અને 9 ઓગસ્ટ 1945ના નાગાસાકી પર પરમાણુ હુમલો કર્યો. આખરે જાપાને પણ સરેન્ડર કર્યું અને 2 સપ્ટેમ્બર 1945ના બીજુ વિશ્વ યુદ્ધ ખતમ થયું. 


- એક અનુમાન પ્રમાણે બીજા વિશ્વ યુદ્ધમાં 7.85 કરોડ લોકો માર્યા ગયા હતા, જેમાં 5.5 કરોડથી વધુ સૈનિક સામેલ હતા. એટલું જ નહીં 30 લાખથી વધુ લોકો ગુમ થઈ ગયા હતા અને પરમાણુ હુમલાને કારણે આજે પણ જાપાનમાં અનેક બીમારી છે. તેથી તેને અત્યાર સુધીનું સૌથી ભયાનક યુદ્ધ કહેવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube