નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે. આ બધા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું. રાષ્ટ્રને સંબોધન કરતા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને જે જાહેરાત કરી તેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. પુતિને જાહેરાત કરી છે કે રશિયા પૂર્વ યુક્રેનના બે અલગ અલગ વિસ્તારોની સ્વતંત્રતાને માન્યતા આપશે. રશિયા સ્વઘોષિત ગણરાજ્ય ડોનેસ્ક અને લુંગસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયાના રાષ્ટ્રપતિએ ડોનેત્સક પીપલ્સ રિપબ્લિક (ડીપીઆર) અને લુંગસ્ક પીપલ્સ રિપબ્લિક (એલપીઆર)ની માન્યતા સંબંધિત કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર પણ કર્યા છે. રશિયાના રાષ્ટ્રપતિએ ડીપીઆરના પ્રમુખ ડેનિસ પુશિલિન અને એલપીઆરના પ્રમુખ લિયોનિદ પાસચનિક સાથે સંધિ ઉપર પણ હસ્તાક્ષર કર્યા છે. રશિયા અને ડીપીઆર, એલપીઆર વચ્ચે આ સંધિ મૈત્રી, સહયોગ અને પરસ્પર સહાયતા અંગે છે. 


યુક્રેનનો જવાબ
રશિયાના આ પગલા પર યુક્રેનની પણ પ્રતિક્રિયા આવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે તેમનો દેશ કોઈથી ડરતો નથી. આ બાજુ સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે જે લોકોએ હિંસા, રક્તપાત, અરાજકતાના રસ્તે ચાલવાનું શરૂ કર્યું તેમણે ડોનબાસના મુદ્દાને ઓળખ્યો નથી. ડોનેત્સક પીપલ્સ રિપબ્લિક અને પીપલ્સ રિપબ્લિક લુંગસ્કની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વને ઓળખો. તેમણે એમ પણ કહ્યું કે રશિયન સંઘની ફેડરેલ વિધાનસભાને આ નિર્ણયનું સમર્થન કરવાનું કહીશું અને પછી આ ગણરાજ્યોની સાથે મિત્રતા અને પરસ્પર સહાયતા માટે બે સંધિઓ કરીશું જે સંબંધિત દસ્તાવેજ જલદી તૈયાર કરવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપતિની આ જાહેરાત બાદ હવે યુક્રેનના આ વિસ્તારમાં રશિયન સૈનિકોની પ્રવેશવાની આશંકાઓ જતાવવામાં આવી રહી છે. 


રશિયાએ યુક્રેનના પાંચ સૈનિકોને ઠાર કર્યા, સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા બે વાહનો તબાહ, સેનાનો મોટો દાવો


સ્કાય ન્યૂઝના જણાવ્યાં મુજબ પોતાના સંબોધનમાં પુતિને કહ્યું કે નાટોમાં યુક્રેનના સામેલ થવાથી રશિયાની સુરક્ષા માટે સીધુ જોખમ છે. હાલની ઘટનાઓમાં યુક્રેનમાં નાટોના સૈનિકોની ઝડપથી તૈનાતી માટે કવર જેવી રહી છે. તેમણે દાવો કર્યો કે યુક્રેનમાં નાટો ટ્રેનિંગ સેન્ટર નાટોના સૈન્ય ઠેકાણા બરાબર છે. યુક્રેનું બંધારણ વિદેશી સૈન્ય બેસની મંજૂરી આપતું નથી. રશિયાના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રને સંબોધિત કરતા એમ પણ કહ્યું કે યુક્રેનની યોજના પરમાણુ હથિયાર બનાવવાની છે. 


રશિયાએ કર્યું હતું આધુનિક યુક્રેનનું નિર્માણ
તેમણે કહ્યું કે આધુનિક યુક્રેનનું નિર્માણ સંપૂર્ણ રીતે રશિયાએ કર્યું હતું. આ પ્રક્રિયા 1917ની ક્રાંતિના તરત બાદ શરૂ થઈ હતી. બોલ્શેવિકની નીતિના કારણે સોવિયેત યુક્રેનનો ઉદય થયો જેને આજે પણ વ્લાદિમિર ઈલિચ લેનિનનું યુક્રેન કહેવાય છે. તેઓ તેમના વાસ્તુકાર છે જેની પુષ્ટિ દસ્તાવેજ પણ કરે છે. વ્લાદિમિર પુતિને કહ્યું કે હવે યુક્રેનમાં લેનિનના સ્મારકોને ધ્વસ્ત કરી દેવાયા. તેને તેઓ ડીકમ્યુનાઈઝેશન કહે છે. શું તમે ડીકમ્યુનાઈઝેશન ઈચ્છો છો? આ બિનજરૂરી છે. અમે યુક્રેનને એ દેખાડવા માટે તૈયાર છીએ કે વાસ્તવિક ડીકમ્યુનાઈઝેશનનો અર્થ શું હોય છે. 


વ્લાદિમિર પુતિને એમ પણ કહ્યું કે જો યુક્રેનને સામૂહિક વિનાશ માટે હથિયારો મળી જાય તો વૈશ્વિક સ્થિતિમાં મોટો ફેરફાર થશે. હાલના સમયમાં યુક્રેન પશ્ચિમી હથિયારોથી ભરાઈ ગયું છે. નાટોના પ્રશિક્ષક યુક્રેનમાં સૈન્ય અભ્યાસ દરમિયાન સતત હાજર હતા. તેમણે અમેરિકા અને નાટો પર યુક્રેનને યુદ્ધના રંગમંચમાં ફેરવવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે યુક્રેન એક કઠપૂતળી શાસનવાળો અમેરિકી ઉપનિવેશ છે. 


એક એવો બગીચો...જ્યાં જવા માટે બધા કપડાં ઉતારવા પડે છે, ન્યૂડ થઈને ફરે છે લોકો


તેમણે કહ્યું કે યુક્રેન સ્થિરતા પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી. આથી તેણે અમેરિકા જેવી વિદેશી તાકાતો પર નિર્ભર રહેવું પડ્યું. યુક્રેનના અધિકારી રાષ્ટ્રવાદ અને ભ્રષ્ટાચારના વાયરસથી ગ્રસ્ત થઈ ગયા છે. વિદેશી તાકાતો દરેક સ્તરે અધિકારીઓને પ્રભાવિત કરી રહી છે. યુક્રેનમાં અમેરિકા એન્ટી કરપ્શન વાહનોને કંટ્રોલ કરે છે. ત્યાં રશિયાની ભાષાને પણ હાંસિયામાં નાખી દેવાઈ છે. 


યુક્રેન પર ગેસ ચોરીનો આરોપ
પુતિને યુક્રેન પર રશિયાના ગેસની ચોરીનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે તેઓ ઉર્જાનો ઉપયોગ અમને બ્લેકમેઈલ કરવા માટે કરી ચૂક્યા છે. સોવિયેત રશિયા બાદ યુક્રેનના વ્યવહારને લઈને આક્રમક પ્રહારો કરતા તેમણે કહ્યું કે ત્યાંના નેતા કોઈ પણ જવાબદારી વગર રશિયાની બધી સારી ચીજો ઈચ્છે છે. પૂર્વ યુક્રેનમાં નવા નાઝીઓનો ઉદય થઈ રહ્યો છે. 


યુક્રેન સંકટ: પુતિને ન્યૂક્લિયર ડ્રિલ દ્વારા દેખાડ્યો દમ, 'બ્લેક સી'માં હલચલથી સમગ્ર દુનિયામાં ખળભળાટ


પુતિને એમ પણ કહ્યું કે તેઓ અમને પ્રતિબંધોની ધમકી આપીને બ્લેકમેઈલ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમનું એકમાત્ર લક્ષ્ય છે રશિયાના વિકાસને રોકવાનું અને તેઓ એમ કરશે. અમે અમારા સાર્વભૌમત્વ, રાષ્ટ્રીય હિતો અને અમારા મૂલ્યો સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં. સ્પષ્ટપણે કહ્યું કે વર્તમાન સ્થિતિમાં ફંડામેન્ટલ મુદ્દાઓ પર સમાન વાર્તાના અમારા પ્રસ્તાવને સંયુક્ત રાજ્ય અમેરિકા અને નાટો તરફથી જવાબ મળ્યો નહીં. જ્યારે અમારા દેશ માટે જોખમનું સ્તર ઘણું વધી ગયું છે. રશિયાને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જવાબી કાર્યવાહીનો પૂરેપૂરો અધિકાર છે. વ્લાદિમિર પુતિને કહ્યું કે અમે બરાબર એ જ કરીશું. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube