નવી દિલ્હીઃ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોટા સ્તર પર પલાયનની ત્રાસદી જોવા મળી રહી છે. સંયુક્ત રાષ્ટ્રએ મંગળવારે કહ્યું કે, 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના હુમલા બાદથી આશરે 1.4 મિલિયન એટલે કે આશરે 14 લાખ બાળકો યુક્રેન છોડીને પલાયન કરી ચુક્યા છે. એવરેજ કાઢવામાં આવે તો દર બેમાંથી એક યુક્રેની બાળક દેશ છોડીને જઈ ચુક્યું છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેન્ટ્સના રિપોર્ટ પ્રમાણે રશિયાના હુમલા બાદ આશરે ત્રીસ લાખ લોકો યુક્રેન છોડી જઈ ચુક્યા છે, જેમાંથી અડધા બાળકો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુનિસેફના રિપોર્ટ પ્રમાણે છેલ્લા 20 દિવસમાં લગભગ દરરોજ 70 હજાર યુક્રેની બાળકો રેફ્યૂજી બની રહ્યાં છે. તેનો અર્થ થયો કે દર મિનિટે 55 બાળકો રેફ્યૂજી બની રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, વર્લ્ડ વોર-2 બાદ પ્રથમવાર આ સ્તર પર લોકોનું વિસ્થાપન થઈ રહ્યું છે. 


આ પણ વાંચોઃ રશિયા સાથે પરમાણુ યુદ્ધનો ખતરો, છતાં નાટોના વિસ્તાર પર કેમ અડગ અમેરિકા? સમજો આખો અરબોનો ખેલ


યુનિસેફના પ્રવક્તા જેમ્સ એલ્ડરે ચેતવણી આપી છે કે યુક્રેની બાળકો યુદ્ધને કારણે પોતાનું ઘર છોડી બીજા દેશની સરહદો સુધી આવી ગયા છે. આમ કરવું ખતરનાક થઈ શકે છે. આ બાળકો માતા-પિતાથી છૂટા પડી શકે છે, તે શોષણનો શિકાર બની શકે છે. અથવા તેની માનવ તસ્કરી થઈ શકે છે. એલ્ડરે કહ્યુ કે, આ બાળકોને તત્કાલ સુરક્ષા અને સ્થિરતાની સાથે બચાવવાની જરૂર છે. 


ઉલ્લેખનીય છે કે રશિયા-યુક્રેન વચ્ચે 20 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા યુક્રેન પર સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. પોતાનો જીવ બચાવવા અનેક નાગરિકો યુક્રેન છોડીને બીજા દેશોમાં પહોંચી ગયા છે. યુક્રેનના ઘણા શહેર સ્મશાન બની ચુક્યા છે. અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. રશિયા-યુક્રેનનું યુદ્ધ રોકવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube