પુતિને એવું શું કહી નાખ્યું કે બાઈડેને કહ્યું- અમારામાંથી કોઈ મૂરખ નહીં બને
વોશિંગ્ટન પૂર્વ યૂક્રેનના બે પ્રાંતોને અલગ દેશ તરીકે માન્યતા આપવાના રશિયાના નિર્ણયથી અચાનક તણાવ ખુબ વધી ગયો છે. અમેરિકા સહિત દુનિયાના તમામ દેશ અને સંગઠન રશિયા વિરુદ્ધ ઉતરી પડ્યા છે.
વોશિંગ્ટન પૂર્વ યૂક્રેનના બે પ્રાંતોને અલગ દેશ તરીકે માન્યતા આપવાના રશિયાના નિર્ણયથી અચાનક તણાવ ખુબ વધી ગયો છે. અમેરિકા સહિત દુનિયાના તમામ દેશ અને સંગઠન રશિયા વિરુદ્ધ ઉતરી પડ્યા છે. મોસ્કો વિરુદ્ધ આકરી કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. યુએસ પ્રેસિડન્ટ જો બાઈડેને મંગળવારે જાહેરાત કરી કે અમેરિકા રશિયન બેંકો અને Russian elites વિરુદ્ધ આકરા નાણાકીય પ્રતિબંધો લગાવવાનો આદેશ આપી રહ્યા છે.
નહીં સુધરે તો વધુ પ્રતિબંધ
જો બાઈડેને કહ્યું કે રશિયાએ યૂક્રેન મામલે આંતરરાષ્ટ્રીય કાયદાઓનો છડે ચોક ભંગ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના યૂક્રેન સંબંધી દાવાઓથી અમારામાંથી કોઈ મુરખ નહીં બને. રાષ્ટ્રપતિ બાઈડેને એ પણ સ્પષ્ટ કર્યું કે જો પુતિન આગળ કોઈ કાર્યવાહી કરશે તો હજૂ વધુ પ્રતિબંધ લાગશે.
આર્થિક મદદ પર રોક
બાઈડેને કહ્યું કે અમે રશિયાની બે મોટી નાણાકીય સંસ્થાઓ VEB અને સૈન્ય બેંક પર પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. આ ઉપરાંત રશિયાને પશ્ચિમી દેશોથી મળનારી આર્થિક મદદ ઉપર પણ રોક લગાવવામાં આવશે. અમેરિકી પ્રમુખે કહ્યું કે અમે સ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છીએ. જો રશિયા પોતાની હરકતોથી બહાર નહીં આવે તો આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
વધારાની ફોર્સ મોકલી રહ્યું છે અમેરિકા
બાઈડેને કહ્યું કે રશિયાના પૂર્વમાં હાજરી વધારવા મુદ્દે અમેરિકા નાટો બાલ્ટિક સહયોગીઓની સુરક્ષા માટે વધારાની ફોર્સ મોકલી રહ્યું છે. અત્રે જણાવવાનું કે યૂક્રેન સાથે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે રશિયાએ પૂર્વ યૂક્રેનના ડોનેત્સ્ક અને લુહાંસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને રાષ્ટ્રના નામે કરેલા સંબોધનમાં આ જાહેરાત કરી હતી.
યુદ્ધના બહાના શોધી રહ્યું છે રશિયા
રશિયાના આ પગલાની ચારેબાજુ ટીકા થઈ રહી છે. બ્રિટને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ અને યૂક્રેનના સાર્વભૌમત્વ, પ્રાંતીય અખંડિતતા પર હુમલો ગણાવ્યો છે. એ જ રીતે એસ્ટોનિયાના પ્રધાનમંત્રી કાઝા કલ્લાસે પણ રશિયાના નિર્ણયની ટીકા કરતા તેને યૂક્રેનની અખંડિતતાનો ભંગ ગણાવ્યો છે. એસ્ટોનિયાના પ્રધાનમંત્રીએ કહ્યું કે રશિયા કૂટનીતિક દરવાજા બંધ કરીને યુદ્ધના બહાના શોધી રહ્યું છે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube