સંયુક્ત રાષ્ટ્ર: ભારતે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેનના બુચા શહેરમાં નાગરિકોને મોતને ઘાટ ઉતારવાના રિપોર્ટ્સને 'ખુબ જ પરેશાન' કરનારા ગણાવતા આ કૃત્યની આકરી ટીકા કરી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટી એસ તિરુમૂર્તિએ યુક્રેન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું કે નાગરિકોના માર્યા જવા સંબંધિત હાલના રિપોર્ટ્સ ખુબ જ પરેશાન કરનારા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બૂચામાં થયેલી હત્યાઓની ભારતે નિંદા કરી
તેમણે કહ્યું કે ભારત બુચા હત્યાઓની નિંદા કરે છે અને એક સ્વતંત્ર તપાસના આહ્વાનનું સમર્થન કરે છે. યુક્રેન સંઘર્ષ પર તિરુમૂર્તિએ કહ્યું કે ભારત હિંસાની તત્કાળ સમાપ્તિ અને દુશ્મનાવટ ખતમ કરવાનું પોતાનું આહ્વાન દોહરાવે છે. તેમણે કહ્યું કે જ્યારે નિર્દોષ લોકોના જીવ દાવ પર લાગ્યા હોય ત્યારે ફક્ત કૂટનીતિ જ એકમાત્ર વિકલ્પ રહી જાય છે. 


તિરુમૂર્તિએ બેઠકમાં કહ્યું કે પરિષદ દ્વારા છેલ્લીવાર આ મુદ્દે ચર્ચા બાદથી યુક્રેનની સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. સુરક્ષા પરિસ્થિતિઓ સાથે જ માનવી સ્થિતિ પણ બગડી છે. નોંધનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ મંગળવારે પહેલીવાર યુએનએસસીની બેઠકને સંબોધિત કરી હતી. 


જેલેન્સ્કીએ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં કહ્યું કે યુદ્ધ અપરાધો બદલ રશિયાની સેનાને તરત ન્યાયના દાયરામાં લાવવી જોઈએ. વીડિયો દ્વારા પોતાના સંબોધનમાં જેલેન્સ્કીએ રશિયાના સૈનિકો પર દ્વિતિય વિશ્વ યુદ્ધ બાદ સૌથી બર્બર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ ઈસ્લામિક સ્ટેટ સમૂહ જેવા આતંકવાદીઓથી અલગ નથી. 


આ હત્યાઓને ભૂલવું ખુબ મુશ્કેલ
યુક્રેનના વિવિધ વિસ્તારો ખાસ કરીને બુચાથી સામે આવેલી ખૌફનાક તસવીરોએ દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે અને રશિયા વિરુદ્ધ યુદ્ધ અપરાધો માટે કેસ તથા કઠોર પ્રતિબંધો લગાવવાની માગણી કરાઈ છે. પરિષદને સંબોધતા સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે કહ્યું કે તેઓ બુચામાં નાગરિકોની હત્યાની ભયાનક તસવીરો ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે પ્રભાવી જવાબદારી સુનિશ્ચિત કરવા માટે તત્કાળ એક નિષ્પક્ષ તપાસનું આહ્વાન કર્યું.  


Sri Lanka crisis: શ્રીલંકામાં સતત કથળી રહેલી પરિસ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય


અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસ્લિમોએ ટાઈમ્સ સ્કવેર પર નમાજ પઢી, દુનિયાભરમાં છેડાઈ ચર્ચા


Indonesia: હેવાન શિક્ષક..13 વિદ્યાર્થીનીઓ પર ગુજાર્યો બળાત્કાર, 8 ગર્ભવતી થઈ, મળી મોતની સજા


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube