Daria Dugin Death: પુતિનનું `બ્રેઈન` ગણાતા દુગિનની પુત્રીની હત્યા, બોમ્બથી કાર ઉડાવી દીધી

Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સૌથી નીકટના સહયોગીમાંથી એક એલેક્ઝાન્ડર દુગિનના પુત્રીનું કાર બોમ્બ વિસ્ફોટમાં મોત થયું છે. એલેક્ઝાન્ડર દુગિન રશિયા-યુક્રેન યુદ્ધના માસ્ટરમાઈન્ડ ગણાય છે.
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સૌથી નીકટના સહયોગીમાંથી એક એલેક્ઝાન્ડર દુગિનના પુત્રીનું કાર બોમ્બ વિસ્ફોટમાં મોત થયું છે. દરિયા દુગિન નામની યુવતીનું કાર બોમ્બ અકસ્માતમાં મોત નિપજ્યું. અત્રે જણાવવાનું કે એલેક્ઝાન્ડર દુગિન આ સમગ્ર યુદ્ધના માસ્ટરમાઈન્ડ ગણાય છે.
મોડી રાતે મોસ્કોમાં થયો વિસ્ફોટ
મળતી માહિતી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનનું બ્રેઈન ગણાતા રાજનીતિક વિશ્લેષક એલેક્ઝાન્ડર દુગિનના પુત્રીની કારમાં મોડી રાતે મોસ્કોમાં વિસ્ફોટ થયો. ધડાકામાં દરિયાનું મોત નિપજ્યું. દરિયા દુગિનની કારમાં રાતે લગભગ 9.45 વાગે મોઝાયસ્કાય હાઈવે પર ધડાકો થયો. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો કે વિસ્ફોટ રસ્તા વચ્ચે થયો. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે કાર આગનો ગોળો બની ગઈ.
PICS: 85 વર્ષના આ ગુજ્જુ મહિલા મંજૂલા પટેલની ગુજરાતી વાનગીઓ બ્રિટનમાં ધૂમ મચાવે છે
વિસ્ફોટ પાછળ યુક્રેનનો હાથ હોઈ શકે
ક્રિમિયા અને યુક્રેનમાં રશિયન સૈન્ય અભિયાનો પાછળ દુગિન હોવાનું મનાય છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે દુગિનની પુત્રીની કારમાં વિસ્ફોટ પાછળ યુક્રેનનો પણ હાથ હોઈ શકે છે. વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube