યુક્રેન/મોસ્કોઃ યુક્રેનમાં રશિયા તરફથી કરવામાં આવેલા હુમલાની વિરુદ્ધ વિશ્વના અનેક દેશોના લોકો વિરોધ કરી રહ્યાં છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ વિરોધનો મુખ્ય ચહેરો છે. રશિયા-યુક્રેન વચ્ચે સતત બે દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આજે તેનો ત્રીજો દિવસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયાની રાજધાની મોસ્કો સહિત વિશ્વના ઘણા દેશોમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં રશિયાના આશરે 53 શહેરોમાં આ યુદ્ધ વિરુદ્ધ લોકો મોટા સ્તરે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ લોકો યુદ્ધનો વિરોધ કરતા વાતચીત દ્વારા મુદ્દાનો ઉકેલ લાવવાની વાત કહી રહ્યાં છે. 


રશિયાની સંસદની સામે હજારો પ્રદર્શનકારીઓએ કર્યો વિરોધ
ગુરૂવારે મોસ્કોના પશ્ચિમમાં હજારો લોકો ભેગા થયા અને હાથમાં 'યુદ્ધ નથી જોતું' ના નારા લખેલા પોસ્ટર હતા. રશિયાની પોલીસે આશરે 400 લોકોની ધરપકડ કરી હતી. આ સિવાય રશિયાની સંસદની બહાર પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. 


આ પણ વાંચોઃ રશિયા વિરુદ્ધ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સંભાળ્યો મોર્ચો, કિવમાં સેનાને આપી રહ્યાં છે નિર્દેશ


જોર્જિયામાં પણ થયો રશિયન હુમલાનો વિરોધ
જોર્જિયામાં પ્રદર્શનકારીઓએ રાજધાનીમાં રશિયાની વિરુદ્ધ પ્રદર્શન કરતા જોર્જિયાના પ્રધાનમંત્રીના રાજીનામાની માંગ કરી. પ્રદર્શનકારીઓનો તર્ક હતો કે બાકી દેશોની જેમ આખરે જોર્જિયાએ કેમ તેના પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા નથી.


પ્રદર્શનકારીઓ રાજીનામા લખાયેલા ઝંડા હાથમાં પકડીને ઉભા છે અને એક બેનર પર સહી કરી રહ્યાં છે. તો નાટો હેડક્વાર્ટરની બહાર પણ યુક્રેન પ્રદર્શનકારી ઉભા રહીને પ્રદર્શન કરી રહ્યાં છે. પ્રદર્શનકારી આ યુદ્ધમાં યુક્રેનને એકલું છોડી દેવાને કારણે વિરોધ કરી રહ્યાં છે. તેમણે પુતિન આતંકવાદી લખેલા પોસ્ટર હાથમાં રાખ્યા છે. 


આ પણ વાંચોઃ યુદ્ધ વચ્ચે રશિયા વાતચીત માટે તૈયાર, મળવાની જગ્યા અને સમય નક્કી કરવાનો બાકી


તાઇવાનમાં રશિયાના હુમલાનો વિરોધ
તાઇવાનમાં પણ યુક્રેન પર કરવામાં આવેલા હુમલાનો વિરોધ કરવામાં આવ્યો છે. તાઇવાનના સ્લાવ સમુદાયના અનેક લોકોએ યુક્રેનની સાથે એકતા દર્શાવવા માટે શુક્રવારે તાઇપે શહેરના એક રસ્તા પર ભેગા થયા કારણ કે પૂર્વ સોવિયત ગણરાજ્યએ રશિયા પર આક્રમણ જારી રાખ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube