નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 17મો દિવસ છે. રશિયા સતત યુક્રેન પર હુમલા કરી રહ્યું છે, તેમ છતાં યુક્રેન હજુ પણ ઝૂકવા તૈયાર નથી. દુનિયાના ઘણા દેશોએ રશિયાને કાબૂમાં લેવા માટે કડક પ્રતિબંધો લગાવ્યા છે. તેમ છતાં રશિયન સૈનિક યુક્રેન પર બોમ્બ વરસાવી રહ્યા છે. આ અહેવાલો વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયર ઈવાન ફેડોરોવને રશિયન સૈના દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયન સેનાની મદદ ન કરતા કર્યું અપહરણ
જણાવવામાં આવી રહ્યું છે કે મેયર ફેડોરોવે રશિયન સેનાની મદદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્યારે આ ઘટનાની નિંદા કરતા રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ જણાવ્યું કે મેલિટોપોલના મેયરનું અપહરણ લોકતંત્ર વિરુદ્ધ એક યુદ્ધ અપરાધ છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે તમામ લોકતાંત્રિક દેશોમાં 100 ટકા લોકો તેના વિશે જાણશે અને પછી તેનો વિરોધ કરશે.



હજારો નાગરિકોના થયા મોત
ઉલ્લેખનીય છે કે રશિયા સળંગ 17 દિવસોથી સતત યુક્રેન પર હુમલાઓ કરી રહ્યું છે. મારિયૂપોલ શહેરના મેયરે દાવો કર્યો છે કે રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા જંગમાં માત્ર શહેરોમાં જ હજારો નાગરિકોએ જીવ ગુમાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે મારિયૂપોલમાં છેલ્લા 12 દિવસોથી નાકાબંધી અને ગોળીબાર દરમિયાન 1582 નાગરિકોના મોત થયા છે.


41 દેશ ઈન્ટરનેશનલ કોર્ટમાં કરશે રશિયાનો વિરોધ
સાથે યુક્રેનમાં રશિયા તરફથી થઈ રહેલા હુમલાને લઈને 41 દેશોએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રશિયાનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. જાપાન અને ઉત્તર મેસેડોનિયા રશિયાના સૈન્ય આક્રમણ અંગે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં રશિયા સામે યુક્રેનની સુનાવણીમાં જોડાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube