Russia-Ukraine War Live: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ચોથો દિવસ છે. રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કર્યો છે. કિવમાં વિસ્ફોટ અને ગોળીબારની ઘણી ઘટનાઓ બની હતી. યુક્રેનની મદદ માટે અમેરિકા, બ્રિટન સહિત 28 દેશો આગળ આવ્યા છે. આ સિવાય જર્મનીએ યુક્રેનને એક હજાર એન્ટી ટેન્ક અને 500 સ્ટિંગર સરફેસ ટુ એર મિસાઈલ આપવાનો નિર્ણય કર્યો છે. ગઈકાલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. ભારતે શાંતિ સ્થાપવા માટે શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે. અહીં વાંચો રશિયા-યુક્રેન યુદ્ધની ક્ષણ-ક્ષણ અપડેટ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાતચીત માટે તૈયાર થયું યુક્રેન
યુક્રેને બેલારુસના ગોમેલમાં આ બેઠકની પુષ્ટિ કરી છે. યુક્રેનિયન પ્રતિનિધિમંડળ રશિયન પક્ષ સાથે વાતચીત માટે ગોમેલ રવાના થઈ ગયું છે. રશિયન મીડિયાએ જણાવ્યું હતું કે બેલારુસિયન નેતા લુકાશેન્કોએ છેલ્લા કલાકમાં તેમના યુક્રેની સમકક્ષ સાથે વાત કર્યા પછી અપડેટ આવ્યું છે.


યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને નિકાળવા માટે પ્લાન તૈયાર
યુક્રેનમાં હવાઇક્ષેત્ર બંધ છે, તેથી અમે હંગેરી, પોલેન્ડ, સ્લોવાકિયા અને રોમાનિયામાંથી રોડમાર્ગે નિકાળવાના વિકલ્પો શોધી કાઢ્યા છે. ચોક્કસ સરહદ ક્રોસિંગ પોઈન્ટ ઓળખવામાં આવ્યા છે અને વિદેશ મંત્રાલયે સ્થળાંતર પ્રક્રિયામાં મદદ કરવા માટે ટીમો તૈનાત કરી છે: વિદેશ સચિવ હર્ષ વી શ્રિંગલા


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube