મોસ્કો: યુક્રેનની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયાએ યુદ્ધની જાહેરાત કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આ જાહેરાત કરી. આ બાજુ સંયુક્ત રાષ્ટ્રએ પુતિનને યુદ્ધ રોકવાની અપીલ કરી છે. UN એ કહ્યું કે રશિયા પોતાના સૈનિકોને હુમલા કરતા રોકે. પુતિનની સૈન્યકાર્યવાહીના આદેશ બાદ યુક્રેનમાં અનેક ઠેકાણે ધડાકા સંભળાયા છે. યૂક્રેનની રાજધાની કીવ પર તો ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલોથી હુમલા થયાના મીડિયા રિપોર્ટ્સ છે. પુતિને સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા ધમકી પણ આપી કે કોઈ આ મામલે હસ્તક્ષેપ ન કરે, નહીં તો પરિણામ ખરાબ આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેક રિપબ્લિકનો મોટો નિર્ણય
ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ચેક રિપબ્લિકે મોટો નિર્ણય લેતા રશિયાના નાગરિકો માટે વિઝા પર પ્રતિબંધ લગાવી દીધો છે.


યુક્રેનથી પોલેન્ડ પહોંચ્યા લોકો
ભયના વાતાવરણ વચ્ચે લોકોને અન્ય દેશોમાં આશરો લેવાની ફરજ પડી છે. એવા અહેવાલ છે કે લોકો તેમના સામાન અને બાળકો સાથે પોલેન્ડની સરહદ તરફ આગળ વધી રહ્યા છે.


રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ છે. આ દરમિયાન તમામ લોકોના મનમાં એક પ્રશ્ન છે કે આ યુદ્ધની તેમના દેશ અને બજાર પર શું અસર થશે. આ યુદ્ધની સીધી અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે.


કિવ એરબેઝ નજીક રશિયન અને યુક્રેનિયન દળો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે


યૂક્રેને 70 સૈન્ય ઠેકાણા નષ્ટ કર્યા, 11 એરબેસ પર રશિયાનો કબજો


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube