Russia-Ukraine War Live Updates: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ગુરુવારે યુક્રેન વિરુદ્ધ યુદ્ધની ઔપચારિક જાહેરાત કરી દીધી. ત્યારબાદ રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યું. હવે યુક્રેને પણ રશિયા વિરુદ્ધ બરાબર મોરચો ખોલ્યો છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોદિમિર જેલેન્સ્કીએ સેનાને દેશભરમાં તૈનાતની આદેશ પર  હત્યાક્ષર કર્યા છે. આ સાથે જ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ અમેરિકા અને નાટો દેશો ઉપર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું કે રશિયા સામેની લડાઈમાં અમને એકલા મૂકી દીધા. જો કે આ બધા વચ્ચે રશિયા જેવા શક્તિશાળી દેશને ટચુકડું યુક્રેન જબરદસ્ત  ટક્કર આપી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેનની સરકારને દૂર કરવાની શરત
યુક્રેન સાથે વાટાઘાટો કરવા તૈયાર રશિયન રાષ્ટ્રપતિએ એવી શરત મૂકી છે જે સ્વીકારવી ભાગ્યે જ શક્ય છે. પુતિનનું કહેવું છે કે જો યુદ્ધ અટકાવવું હોય અને વાતચીતના ટેબલ પર આવવું હોય તો યુક્રેનની વર્તમાન સરકારને હટાવી દેવી જોઈએ અને સેનાએ કમાન પોતાના હાથમાં લેવી પડશે. પુતિને કહ્યું કે અમે યુક્રેનમાં આતંકવાદીઓ સામે લડી રહ્યા છીએ. તેણે યુક્રેનની સરકારને ડ્રગ્સની લતવાળી અને નાઝી સમર્થક ગણાવી છે. સેનાને અપીલ કરતા તેમણે કહ્યું કે વર્તમાન સરકારને હટાવીને સેનાએ દેશની કમાન સંભાળવી જોઈએ.


પુતિનની સંપત્તિ ફ્રીઝ કરવાની તૈયારી
યુક્રેન પર રશિયન હુમલાથી નારાજ યુરોપિયન યુનિયન (EU)એ રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. FAP અનુસાર, યુરોપમાં પુતિન સાથે સંબંધિત સંપત્તિઓ ફ્રીઝ કરી શકાય છે. લક્ઝમબર્ગના વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે 27-સભ્ય યુરોપિયન યુનિયન પુતિન અને રશિયન વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવની સંપત્તિને ફ્રીઝ કરવાની ખૂબ નજીક છે.


એક હજાર રશિયન સૈનિકોના મૃત્યુનો દાવો
રશિયન દળો યુક્રેનમાં પ્રવેશ્યા છે અને રાજધાની કિવથી થોડા જ અંતરે સ્થિત છે. આ દરમિયાન યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે મોટો દાવો કરતા કહ્યું કે જવાબી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં એક હજારથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ પહેલા યુક્રેનના વિદેશ મંત્રીએ 450 રશિયન સૈનિક માર્યા હોવાનો દાવો કર્યો હતો.


પુતિન યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે કરશે વાત
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે અટકી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકી દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવ પર સહમત થયા છે. આવી સ્થિતિમાં પુતિન હવે વાતચીત માટે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મોકલવા માટે રાજી થયા છે.


કિવમાં હુમલાનું એલર્ટ જાહેર
કિવમાં ફરીથી સાયરન સંભળાયા અને હુમલાની ચેતવણી જારી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, લોકોને હથિયારો પણ વહેંચવામાં આવી રહ્યા છે જેથી તેઓ રશિયન સૈનિકોના હુમલાથી પોતાને બચાવી શકે. રશિયા ટુડેના જણાવ્યા અનુસાર, વાહનો ભરીને શસ્ત્રો રાજધાની કિવ લાવવામાં આવ્યા છે અને સામાન્ય લોકોને વહેંચવામાં આવી રહ્યા છે.


ચીનના રાષ્ટ્રપતિએ પુતિન સાથે કરી વાત
યુક્રેનમાં રશિયન સૈનિકોની હાજરી વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરી. આ દરમિયાન તુર્કીએ આ યુદ્ધ માટે નાટોને જવાબદાર ઠેરવ્યું છે. તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું કે યુરોપિયન યુનિયનની નિષ્ફળતાને કારણે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે.


ચીનના રાષ્ટ્રપતિએ પુતિન સાથે કરી વાત
યુક્રેનમાં રશિયન સૈનિકોની હાજરી વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરી. દરમિયાન, તુર્કીએ આ યુદ્ધ માટે નાટોને જવાબદાર ઠેરવ્યું છે. તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું કે યુરોપિયન યુનિયનની નિષ્ફળતાને કારણે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે.


અમેરિકન ફાઈટર જેટ તૈનાત
રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે અમેરિકાએ હવે યુક્રેનની તરફથી મોરચો સંભાળી લીધો છે. રોમાનિયામાં અમેરિકન ફાઈટર જેટ F35 તૈનાત કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે હવે આ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી પણ થઈ શકે છે. પરંતુ ગુરુવારે જ અમેરિકી રાષ્ટ્રપતિએ યુક્રેનની મદદ માટે પોતાની સેના મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો, તેમ છતાં અમેરિકાના આ પગલાના મોટા સંકેત દેખાઈ રહ્યા છે. બીજી તરફ ઇટાલીએ યુક્રેનને સમર્થન આપતાં કહ્યું છે કે તે નાટોની તાકાત વધારવા માટે વધુ સૈનિકો મોકલવા તૈયાર છે.


રક્ષા મંત્રાલયની વેબસાઈટનું સર્વર ડાઉન
રશિયાની મોટી બેંકોની વેબસાઈટના સર્વર બાદ રશિયાના સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ પણ ડાઉન થઈ ગઈ છે. અમેરિકન મીડિયાએ ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે અધિકારીઓ દ્વારા યુએસ રાષ્ટ્રપતિને રશિયા પર મોટો સાયબર હુમલો કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.


યુક્રેનના રાષ્ટ્રપતિએ બંકરમાં લીધી શરણ
રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ એક બંકરમાં આશરો લીધો છે. રશિયન સૈનિકો કિવ નજીક પહોંચ્યા પછી યુક્રેનિયન રાષ્ટ્રપતિને બંકરમાં લઈ જવામાં આવ્યા. રશિયાની સત્તાવાર ચેનલ રશિયા ટુડેએ આ દાવો કર્યો છે.


રશિયાએ વાતચીત માટે મૂકી આ શરત
યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો યુક્રેનની સેના યુદ્ધ બંધ કરે તો રશિયા વાતચીત માટે તૈયાર છે. જોકે, યુક્રેન રશિયાની સામે શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી અને રશિયાના હુમલાનો જવાબ આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.


IMAએ પીએમ મોદી પાસે કરી આ માંગ
સરકારની પ્રાથમિકતા રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત પરત ફરવાની છે. આવી સ્થિતિમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે યુક્રેનથી મેડિકલ વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે પરત લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. વિદ્યાર્થીઓને મફતમાં પાછા લાવવા જોઈએ કારણ કે તેમની પાસે રાશન સમાપ્ત થઈ ગયું છે.
 
પુતિન સાથે મેક્રોને કરી વાતચીત
યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે વાતચીત કરી છે. આ યુદ્ધથી સમગ્ર વિશ્વના નેતાઓ પરેશાન છે અને પરિસ્થિતિને શાંતિપૂર્ણ બનાવવા માટે ચારે બાજુથી પ્રયાસો ચાલુ છે. જો કે આ દરમિયાન યુક્રેન દ્વારા 800 રશિયન સૈનિકોને માર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube