Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠમા દિવસે લડાઈ ચાલુ છે અને રશિયન સેનાએ દક્ષિણી શહેર ખેરસોન પર પણ કબજો કરી લીધો છે. તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ રશિયાને ચેતવણી આપી હતી કે પુતિને સમજી લેવું જોઈએ કે અમે ડરીશું નહીં. રશિયાએ ઘણી વખત અમને ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો આવી રહ્યા છે, જેને જોયા પછી તમારા હોંશ ઉડી જશે. રસ્તાઓ પર લોકો વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર અપલોડ કરી રહ્યાં છે. એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.


યુક્રેનમાં તબાહીનો નજારો
યુક્રેનમાં તબાહીનું દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક પછી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવી રહ્યા છે. રશિયા પણ રહેણાંક વિસ્તારમાં પોતાની મિસાઇલો છોડી રહ્યું છે. એક વ્યક્તિ બિલ્ડીંગની બાજુમાં ઉભો રહીને વીડિયો બનાવી રહ્યો હતો અને પછી ત્યારે એક દુર્ઘટના સર્જાઇ જેના પર તેને વિશ્વાસ ન થયો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube