Russia Ukraine News: યુક્રેનના ખેરસન વિસ્તારમાં રશિયાના નિયંત્રણ હેઠળ આવતો નોવા કાખોવકા ડેમ તબાહ થઈ ગયો છે. યુક્રેનની સશસ્ત્ર દળોના દક્ષિણી કમાન્ડે મંગળવારે આ અંગેની માહિતી આપી છે. કમાને ફેસબુક પેજ પર લખ્યું છે કે વિનાશ વધતો જઈ રહ્યો છે. રશિયા અને યુક્રેન એકબીજા પર તેને તબાહ કરવાના આરોપ લગાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે વહેલી સવારે દક્ષિણ યુક્રેનમાં સ્થિત નોવા કાખોવકા ડેમમાં બ્લાસ્ટ થયો હતો અને પાણી આફતની જેમ ફેલાવા લાગ્યું હતું. યુક્રેનની સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. ઑક્ટોબર 2022માં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ પણ આશંકા વ્યક્ત કરી હતી કે રશિયા ડેમમાં બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. આ ડેમ ખેરસન ક્ષેત્રના ભાગમાં આવે છે જે રશિયા દ્વારા નિયંત્રિત છે. જોકે, રશિયા દ્વારા નિયુક્ત કરાયેલા પ્રદેશના મેયરે તેને 'આતંકી કૃત્ય' ગણાવ્યું છે.


સર્વત્ર વિનાશ થશે
નોવા કાખોવકા ડેમ યુક્રેનની સૌથી મોટી નીપર નદી પર બાંધવામાં આવ્યો છે અને તે ખેરસન શહેરથી 30 કિમી પૂર્વમાં સ્થિત છે. આ બંધનું પતન સ્થાનિક વિસ્તાર માટે વિનાશક હશે તેમજ યુક્રેનના યુદ્ધ પ્રયાસોને અસર કરશે. ડેમના કારણે પાણીનો વિશાળ ભંડાર રોકાઈ ગયો હતો. આ ડેમ 30 મીટર લાંબો અને સેંકડો મીટર પહોળો છે. તે 1956 માં કાખોવકા હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ હેઠળ બનાવવામાં આવ્યો હતો. કહેવાય છે કે આ ડેમમાં લગભગ 18 ક્યૂબિક કિલોમીટર પાણી છે. આટલું પાણી યુએસએના ઉટાહના ગ્રેટ સોલ્ટ લેકમાં હાજર પાણી બરાબર છે.


પાવર પ્લાન્ટને સપ્લાય થતું હતું પાણી 
ડેમ ફાટવાથી ખેરસન સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખેરસનના કેટલાક ભાગો 2022 ના અંતમાં યુક્રેનિયન સેના દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. ડેમ પર વિસ્ફોટ પછી ખેરસન પ્રદેશના વડાએ રહેવાસીઓને સ્થળાંતર કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે પાંચ કલાકમાં પાણી ગંભીર સ્તરે પહોંચી જશે. આ ડેમ દક્ષિણમાં ક્રિમીઆને પાણી પૂરું પાડે છે, જેને રશિયા દ્વારા 2014 માં જોડવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઝાપોરિઝ્ઝ્યા ન્યુક્લિયર પ્લાન્ટને પણ પાણી પૂરું પાડવામાં આવે છે. આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુરોપનો સૌથી મોટો પ્લાન્ટ છે.


કોઈ દેવી-દેવતાનું નહી, આ દેશમાં છે ૬૦૦ વર્ષ જૂનું અનોખું ડિવોર્સ ટેમ્પલ


અફઘાનિસ્તાનમાં અત્ચંત ચોંકાવનારી ઘટના, લગભગ 80 વિદ્યાર્થીનીઓને અપાયું ઝેર


હાય લા...અહીં લગ્ન કરવા માટે લોકો બીજાની પત્નીની કરે છે ચોરી, કોઈ સજા પણ નહીં


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube