Russia Ukraine War: રશિયાએ યુક્રેન પર 100 મિસાઈલો છોડી, કીવમાં બ્લેકઆઉટ જાહેર, સ્થિતિ ગંભીર
Explosion In Kyiv: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક દિવસ પહેલા દાવો કર્યો હતો કે આ યુદ્ધના અંતની શરૂઆત છે. આ વચ્ચે મંગળવારે એકવાર ફરી કીવમાં ધમાકાનો અવાજ સાંભળવા મળ્યો છે.
કીવઃ Explosions In Kyiv: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ હાલમાં કહ્યું હતું કે યુદ્ધના અંતની શરૂઆત થઈ ગઈ છે. ખેરસોનમાં રશિયાની સેના પાછળ હટ્યા બાદ તેમણે આ નિવેદન આપ્યું હતું. આ નિવેદનના એક દિવસ બાદ કીવમાં 2 ધમાકા હોવાના સમાચાર સામે આવ્યા છે. મંગળવાર, 15 નવેમ્બર 2022ના કીવમાં ઓછામાં ઓછા બે ધમાકાનો અવાજ સંભળાયો હતો. આ ધમાકા બાદ ત્યાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.
રોયટર્સ પ્રમાણે, રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ બાલીમાં બેઠક કરી રહેલા 20 દેશોના સમૂહના નેતાઓને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યા અને તેમના આ સંબોધનના કેટલાક કલાકો બાદ યુક્રેન ભરમાં હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી. આ ચેચતવણી બાદ બે વિસ્ફોટ થયા, જેનો અવાજ કીવ શહેરે સાંભળ્યો અને ધુમાડો જોવા મળ્યો હતો. તો યુક્રેનની વાયુ સેનાના પ્રવક્તાનું કહેવું છે કે રશિયાએ દેશભરમાં કરેલા હુમલામાં લગભગ 100 મિસાઇલ છોડી છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ફરી કોરોનાની ઝપેટમાં, ત્રીજીવાર થયા સંક્રમિત
કીવમાં બ્લેકઆઉટ જાહેર
ખેરસોન છોડ્યા બાદ રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર હુમલો તેજ કરી દીધો છે. મંગળવારે રશિયન સેના દ્વારા કીવ પર બે ખતરનાક મિસાઈલ હુમલામાં બે રહેણાંક ઈમારતોને નિશાન બનાવવામાં આવી છે. હુમલા બાદ શહેરમાં ખતરાની સાયરન વાગવા લાગી હતી. ખેરસોનમાંથી રશિયન દળોની હકાલપટ્ટી બાદ આ સૌથી મોટો હુમલો છે. તે જ સમયે, યુક્રેન દ્વારા તૈનાત એર ડિફેન્સ સિસ્ટમે પણ ઘણી રશિયન મિસાઇલોને તોડી પાડી છે.
ત્યારબાદ યુક્રેની અધિકારીઓએ ઇમરજન્સી વીજળી આપૂર્તિ બંધ કરવા (બ્લેકઆઉટ) ની જાહેરાત કરી. રશિયાએ ઉર્જા અને અન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો કર્યો ત્યારબાદ રાજધાની કીવ સહિત અન્ય સ્થળો પર વીજળીની સપ્લાય બંધ કરી દીધી છે.
આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધનો આવશે અંત! પીએમ મોદીની અપીલ જી20 નેતાઓએ સ્વીકારી
અધિકારીઓએ સ્થિતિને જણાવી ગંભીર
યુક્રેનના એક વરિષ્ઠ અધિકારીએ સ્થિતિને ગંભીર જણાવી અને દેશવાસીઓને વીજળીનો ઓછો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો છે. વીજળી પ્રદાતા કંપની ડીટીઈકેએ રાજધાનીમાં ઇમરજન્સી બ્લેકઆઉટની જાહેરાત કરી છે. અધિકારીઓએ અન્ય જગ્યા પર પણ આ પ્રકારના પગલાની જાહેરાત કરી છે. કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ કહ્યું કે શહેરમાં એક આવાસીય ઇમારતમાં એક મૃતદેહ મળ્યો છે. રશિયાએ આ ઇમારતને નિશાન બનાવી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube