કીવઃ Russian Missile Attack in Ukraine: રશિયાના કબજાવાળા ક્રીમિયા પ્રાયદ્વીપ (Crimean Peninsula)  ના એક પુલ પર ધમાકા બાદ રશિયા ખુબ આક્રમક છે. રશિયાએ યુક્રેનના રહેણાંક વિસ્તારમાં મિસાઇલ હુમલા (Missile Attacks) કર્યાં છે. જાણવા મળી રહ્યું છે કે સોમવાર (10 ઓક્ટોબર) એ રશિયા તરફથી યુક્રેન પર 75 મિસાઇલ હુમલા કરવામાં આવ્યાં છે. રશિયાના હુમલામાં 12 લોકોના મોતની પુષ્ટિ પણ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયાના હુમલાને કારપેટ-બોમ્બમારી (Carpet-Bombing) કહેવામાં આવી રહ્યાં છે. યુક્રેનની ગુપ્તચર એજન્સી એસબીયૂના મુખ્યાલયને પણ રશિયા તરફથી નિશાન બનાવવાનો રિપોર્ટ છે. છેલ્લા 8 મહિનામાં રશિયા મોટા ભાગે યુક્રેનની સૈન્ય છાવણીઓ અને સ્ટ્રેટેજિક બેઝને નિશાન બનાવી રહ્યું હતું. ક્રીમિયા પુલ ધમાકા બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ મિલિટ્રી ઓપરેશનના જોઈન્ટ ગ્રુપ ઓફ ફોર્સની કમાન નવા જનરલ સર્જેઈ સુરોવિકિનને સોંપી છે જે સીરિયામાં કારપેટ બોમ્બિંગ માટે જાણીતા હતા અને જેણે સીરિયામાં યુદ્ધનો માહોલ બદલી દીધો હતો. 


રશિયાના હુમલા પર ઝેલેન્સ્કીનું નિવેદન
રશિયાના હુમલાને લઈને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યુ કે દેશભરમાં થયેલા હુમલામાં ઘણા લોકોના મોત અને ઘણાને ઈજા થઈ છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે રશિયાના હુમલામાં યુક્રેનના ઉર્જાના માળખાને નિશાન બનાવવામાં આવ્યું છે. ઝેલેન્સ્કી તરફથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં શહેરના ઘણા ભાગમાં ધુમાડો જોવા મળી રહ્યો છે. ક્રીમિયાના પુલ ધમાકા બાદ આક્રમક પુતિને આજે ક્રેમલિનમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક પણ બોલાવી છે. 


આ પણ વાંચોઃ અહીં સમોસા પર છે પ્રતિબંધ, ભૂલેચૂકે ખાશો તો જોવા જેવી થશે...કારણ ખાસ જાણો


લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે કહેવામાં આવ્યું
યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી હેડ કિરિલો ટિમોશેંકોએ સોમવારે સોશિયલ મીડિયા દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે રહેવાનું આહ્વાન કરતા કહ્યું કે યુક્રેનમાં મિસાઇલ હુમલા થઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે દેશના ઘણા શહેરોમાં હુમલાની સૂચના છે. કીવ તરફથી કહેવામાં આવ્યું કે સોમવારે સવાર રશિયાએ યુક્રેન પર 75 મિસાઇલ હુમલા કર્યાં છે. 


સમાચાર એજન્સી એએફપી પ્રમાણે સ્થાનીક સમયાનુસાર યુક્રેનની રાજધાની કીવમાં સવારે સવા આઠ કલાકે હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ ધમાકાવાળા વિસ્તારની જગ્યાએ ઘણી એમ્બ્યુલન્સ જતી જોવા મળી હતી. સોમવારે સવારે કીવમાં પાંચ જેટલા ધમાકાના અવાજ સંભળાવવાની માહિતી છે. કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી કે રાજધાની કીવના કેન્દ્રમાં શેવચેનકિવ્સ્કી જિલ્લામાં ઘણા ધમાકા થયા છે. 


ક્રીમિયા પુલ ધમાકાનો બદલો લઈ રહ્યાં છે પુતિન!
આ પહેલા કીવ પર રશિયાએ 26 જૂને છેલ્લો હુમલો કર્યો હતો. રશિયાનો હુમલો તેના તરફથી યુક્રેન પર ક્રીમિયા પુલ ધમાકાનો આરોપ લગાવ્યાના એક દિવસ બાદ શરૂ થયો છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ક્રીમિયા પુલ ધમાકાને આતંકી હુમલો ગણાવ્યો છે. પરંતુ ધમાકાની જવાબદારી કોઈએ લીધી નથી પરંતુ પુતિન તે માટે યુક્રેન અને યુરોપ પર આરોપ લગાવી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube