મોસ્કોઃ યુક્રેન વિરુદ્ધ જંગમાં રશિયા આક્રમક થઈ રહ્યું છે. તે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરી શકે છે. રશિયાના ન્યૂક્લિયર ટુકડીએ અભ્યાસ શરૂ કરી દીધો છે. આ જાણકારી રશિયન મીડિયાના હવાલાથી સામે આવી છે. રશિયન મીડિયા પ્રમાણે ન્યૂક્લિયર ટ્રાયડે તૈયારીઓ શરૂ કરી છે. રશિયાના રક્ષામંત્રીએ રાષ્ટ્રપતિ પુતિનને તેની જાણકારી પણ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે પાંચમો દિવસ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ 24 ફેબ્રુઆરીએ શરૂ થયું હતું. પાંચ દિવસથી ચાલી રહેલા જંગ વચ્ચે આજે બેલારૂસ બોર્ડર પર રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીત થઈ રહી છે. વાતચીત પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા સામે માંગ કરી હતી કે તે સીઝફાયરની જાહેરાત કરે. આ પહેલા પુતિને રવિવારે Nuclear Deterrent Force ને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો હતો. 


Russia Ukraine War: રશિયાના હુમલા બાદ સામે આવી યુક્રેનના રાષ્ટ્રપતિની પત્ની, લોકોને કહી આ વાત


તેનો અર્થ છે કે જો સોવિયત સંઘ કે કોઈ અન્ય દેશ અમેરિકા પર પરમાણુ હુમલો કરે છે તો તે મજબૂતીથી તેનો જવાબ આપવામાં આવશે. અમેરિકાની આ રણનીતિને હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અપનાવી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube