મોસ્કોઃ રશિયાની એફએસબી સુરક્ષા સેવાએ સોમવારે કહ્યું કે યુક્રેન ક્ષેત્ર તરફથી છોડવામાં આવેલા એક ગોળાએ રશિયાના રોસ્તોવ વિસ્તારમાં એક બોર્ડર ગાર્ડ પોસ્ટને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધી છે. પરંતુ તેમાં કોઈને ઈજા થઈ નથી. તો યુક્રેને રશિયાના આરોપોનું ખંડન કર્યું છે. સરહદ પર ગોળીબારીની ઘટના એવા સમયે થઈ રહી છે, જ્યારે બંને દેશો યુદ્ધની નજીક ઉભા છે. તણાવ ખુબ વધુ છે અને પશ્ચિમી દેશ દાવો કરી રહ્યાં છે કે રશિયા ગમે તે સમયે હુમલો કરી રહ્યાં છે, જ્યારે મોસ્કો આ અટકળોને નકારી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેડરલ સિક્યોરિટી સર્વિસે પોતાના નિવેદનમાં કહ્યું- સવારે 9:50 કલાકે યુક્રેનના ક્ષેત્રથી એક અજાણ્યો ગોળો છોડવામાં આવ્યો જેણે રોસ્તોવ ક્ષેત્રમાં સ્થિત એફએસબી બોર્ડર ગાર્ડના એક સર્વિસ પોઈન્ટને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધુ, જે રશિયા અને યુક્રેન સરહદથી 150 મીટર દૂર હતું. તેમાં કોઈ જાનહાની થઈ નથી. આરઆઈએ ન્યૂઝ એજન્સીએ એફએસબી તરફથી જાહેર વીડિયો ફુટેજ શેર કર્યો, જેમાં જોઈ શકાય છે કે હુમલામાં એક નાનુ ઘર સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું છે. પરંતુ આ વીડિયોમાં મોર્ટાર દેખાડવામાં આવ્યું નથી. 


વિદ્રોહ ભડકાવી રહ્યાં છે રશિયન સૈનિક
યુક્રેને કહ્યું કે, તેણે રશિયાના ક્ષેત્ર પર ગોળીબારી કરી નથી. યુક્રેનની સેનાએ પહેલાં પણ રશિયા પર નકલી ગોળીબારીની તસવીર જાહેર કરવાનો આરોપ લગાવ્યો જેથી તે સાબિત કરી શકાય કે તેની પાછળ યુક્રેન છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાના સૈનિક વિદ્રોહીઓના કબજાવાળા પૂર્વી યુક્રેનમાં ઘુસી ચુક્યા છે અને રશિયાની સેનાની સાથે મળીને વિદ્રોહ ભડકાવી રહ્યાં છે. બીજી તરફ સંભવિત યુદ્ધને રોકવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ યુક્રેન સંકટ: પુતિને ન્યૂક્લિયર ડ્રિલ દ્વારા દેખાડ્યો દમ, 'બ્લેક સી'માં હલચલથી સમગ્ર દુનિયામાં ખળભળાટ


પુતિનની સાથે બેઠક માટે તૈયાર બાઇડેન
વ્હાઇટ હાઉસે કહ્યું છે કે રશિયા જો યુક્રેન પર હુમલો ન કરો તો અમેરિકાના રાષ્ટ્રપતિ પુતિન સાથે સૈદ્ધાંતિક રૂપથી બેઠક કરવા તૈયાર છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિની મધ્યસ્થતાથી આ સ્થિતિ બની છે. અમેરિકાએ સતત ચેતવણી આપી છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે અને જો તે આવું કરશે તો રશિયા પર કડક પ્રતિબંધ લગાવવાની ચેતવણી પણ આપી છે. બીજી તરફ રશિયાએ યુક્રેન પર હુમલો કરવાના અમેરિકાના દાવાને ફગાવી દીધા છે.


અમેરિકા રાજદ્વારી ઉકેલ શોધી રહ્યું છે
વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું: "રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું છે કે હુમલો શરૂ થાય ત્યારથી અમે રાજદ્વારી ઉકેલ શોધવા માટે પ્રતિબદ્ધ છીએ." સાકીએ કહ્યું કે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન અને રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવ પણ આ અઠવાડિયે યુરોપમાં મળી શકે છે જો કે રશિયા લશ્કરી કાર્યવાહી તરફ આગળ ન વધે.


આ પણ વાંચોઃ સંકટમાં શ્રીલંકા, દેશમાં પેટ્રોલ-ડીઝલ ખરીદવા માટે પૈસા નથી, અનેક પેટ્રોલ પંપ થયા બંધ


સાકીએ એક નિવેદનમાં કહ્યું- જો બેઠક બાદ હુમલો ન થયો તો રાષ્ટ્રપતિ બાઇડેન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે સૈદ્ધાંતિક રૂપથી બેઠક કરવા તૈયાર છે. અમે રાજદ્વારી રસ્તા પર ચાલવા માટે હંમેશા તૈયાર છીએ. સાકીએ કહ્યું કે, બાઇડેને મૈક્રોં સાથે રવિવારે વાત કરી હતી અને બંને નેતાઓએ યુક્રેનની સરહદ પર રશિયાના સૈનિકોની તૈનાતીના જવાબમાં રાજદ્વારી અને પ્રતિરોધક પ્રયાસો પર ચર્ચા કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube