Russia controls all of Mariupol: રશિયા અને યૂક્રેન વચ્ચે લગભગ બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સેનાએ યૂક્રેનના ઘણા વિસ્તારો પર પોતાનો કબજો મેળવી લીધો છે. આજે ગુરૂવારે રશિયન સેનાએ યૂક્રેનના મહત્વપૂર્ણ ગણાતા પોર્ટ શહેર મારિયુપોલ પર કબજો કરી લીધો હતો. યૂક્રેન પર આ બઢત માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના સૈનિકોને શુભેચ્છા પાઠવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુતિને રશિયન સૈનિકોને આપ્યો આદેશ
પુતિને મારિયુપોલ પર રશિયન સૈનિકોના કબજાની પ્રશંસા કરતાં તેને સફળ અભિયાન ગણાવ્યું હતું. તેમણે પોતાની સેનાને આદેશ આપ્યો હતો કે તે મારિયાપુલમાં હુમલો ન કરે પરંતુ તેને ચારેય તરફ બ્લોક કરી પોતાના કબજામાં કરે. આ દરમિયાન માસ્કોના એક વરિષ્ઠ રાજદ્વારીએ કહ્યું કે જ્યારે નાટો, યૂક્રેનને કઠપુતળી બનાવવાનું બંધ કરી દેશે તો રશિયા યુદ્ધને અટકાવી દેશે. પુતિને પોતાના સૈનિકોને અજોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટ પર હુમલો ન કરવાના નિર્દેશ આપ્યા છે. તમને જણાવી દઇએ કે મારિયુપોલમાં આ અંતિમ યૂક્રેની ગઢ હતો જે રશિયના કબજાથી અત્યાર સુધી બચેલો હતો. 


રશિયાના રક્ષામંત્રીએ પણ આપી જાણકારી
રશિયના રક્ષામંત્રીએ પણ કહ્યું ક માસ્કો હવે મારિયુપોલ શહેરને કંટ્રોલ કરી રહ્યું છે. અજોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટમાં મોટી સંખ્યામાં યૂક્રેની સૈનિક રહેતા હતા. તેને લઇને પુતિને પોતાની સેનાને કહ્યું કે 'આ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારને બંધ કરી દે જેથી એક મચ્છર પણ નિકળી ન શકે. રશિયાના રક્ષા મંત્રી સર્ગેઇ શોઇગુએ ગત મંગળવારે કહ્યું હતું કે તેમના દેશની સેના પૂર્વી યૂક્રેનમાં બે અલગાવવાદી વિસ્તારોને મુક્ત કરવા માટે વિધિપૂર્વક તૈયારી કરી હતી. 


રશિયા માટે એક મોટી રણનિતીક જીત
આજોવ સાગરને અડીને આવેલા શહેર મારિયુપોલ પર પૂર્ણ કંટ્રોલ લેવો રશિયા માટે એક મોટી રણનીતિક જીત હશે. જેથી તે ક્રીમિયાને પૂર્વી યૂક્રેનમાં રશિયા સમર્થક અલગાવવાદી-નિયંત્રિત વિસ્તાર સાથે જોડી શકશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube