કિવ: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને રવિવારે રશિયાના પરમાણુ હથિયારોને 'હાઈ અલર્ટ' પર રાખવાના આદેશ આપ્યા જેનાથી યુક્રેન પર રશિયા દ્વારા કરાયેલા હુમલા પર પૂર્વ અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ વધવાનો અંદેશો છે. પુતિને કહ્યું કે નાટોના પ્રમુખ સભ્ય દેશો દ્વારા 'આક્રમક નિવેદનબાજી'ની પ્રતિક્રિયામાં તેમણે આ નિર્ણય લીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુતિનના આ આદેશનો શું અર્થ?
આ આદેશનો અર્થ એ છે કે પુતિન રશિયાના આ હથિયારોને ઉપયોગ કરવા હેતુસર તૈયાર રાખવા માંગે છે. તેમના આ નિર્ણયથી દુનિયામાં પરમાણુ યુદ્ધનું સંકટ તોળાઈ રહ્યું છે. રશિયાની સેનાઓ કિવની વધુ નજીક આવવા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી કહેવાયું છે કે તેમનું એક પ્રતિનિધિ મંડળ રશિયાના અધિકારીઓ સાથે બેઠક કરશે. પુતિને પરમાણુ હથિયારોને અલર્ટ પર રાખવા બદલ માત્ર નાટો સભ્ય દેશોના નિવેદનોનો જ હવાલો આપ્યો એવું પણ નથી. તેમણે રશિયા અને પોતાના (પુતિન) વિરુદ્ધ પશ્ચિમી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનો પણ ઉલ્લેખ કર્યો. 


નાટોના આક્રમક નિવેદન બાદ પુતિને આપ્યો આદેશ
ટોચના અધિકારીઓ સાથે કરાયેલી બેઠકમાં પુતિને રશિયાના રક્ષામંત્રી અને મિલેટ્રી જનરલ સ્ટાફના પ્રમુખને આદેશ આપ્યો કે રશિયાની nuclear deterrence forces ને યુદ્ધ સંબંધિત જવાબદારી માટે તૈયાર રાખવામાં આવે. ટીવી પર પ્રસારિત નિવેદનમાં પુતિને કહ્યું કે પશ્ચિમી દેશો અમારા દેશ વિરુદ્ધ આર્થિક પ્રતિબંધ લગાવી રહ્યા છે. નાટોના પ્રમુખ સભ્ય દેશોના ઉચ્ચ અધિકારીઓએ પણ અમારા દેશ વિરુદ્ધ આક્રમક નિવેદન આપ્યા છે.


અમેરિકાએ પુતિનને ઘેર્યા
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે પુતિન તે જ વાતો પર અમલ કરી રહ્યા છે જે તેઓ યુક્રેન પર હુમલા પહેલા અનેક અઠવાડિયાથી કહેતા આવ્યા છે. સાકીએ કહ્યું કે પુતિન હુમલાને યોગ્ય ગણાવવા માટે એવા જોખમોનું નિર્માણ કરી રહ્યા છે જે અસ્તિત્વમાં નથી.


રશિયાને નાટો કે યુક્રેનથી ક્યારેય જોખમ નહતું
તેમણે કહ્યું કે વૈશ્વિક સમુદાય અને અમેરિકી લોકોએ તેને એ જ રીતે જોવું જોઈએ. અમે તેમને (પુતિન) આવું અનેકવાર કરતા જોયા છે. સાકીએ એબીસીના કાર્યક્રમ ધી વીકમાં કહ્યું કે રશિયાને નાટો કે યુક્રેનથી ક્યારેય જોખમ નહતું. સાકીએ કહ્યું કે આ બધુ રાષ્ટ્રપતિ પુતિનની રીત છે અને અમે તેના વિરુદ્ધ ઊભા રહીશું...અમારી અંદર પોતાની રક્ષા કરવાની ક્ષમતા છે. 


પુતિનની ચારેબાજુ ટીકા
રશિયાના આ નિર્ણય પર સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે એક સમાચાર કાર્યક્રમમાં કહ્યું કે 'રાષ્ટ્રપતિ પુતિન આ યુદ્ધને જે પ્રકારે આગળ વધારી રહ્યા છે તે સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. આપણે તેમની આ કાર્યવાહીની આકરા શબ્દોમાં ટીકા કરવી જોઈએ.' પુતિનના આદેશનો વ્યવહારિક અર્થ શું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube