Russia-Ukraine War: યુક્રેન પર હુમલાને લઈને અમેરિકાએ પુતિનની પુત્રીઓ અને રશિયન બેન્કો પર લગાવ્યો પ્રતિબંધ
Russia-Ukraine War: અમેરિકા તરફથી આજે બુધવારે જાહેરાત કરવામાં આવી કે પ્રતિબંધોના નવા પેકેજનો ઇરાદો રશિયન બેન્કો અને ઉચ્ચ વર્ગને નિશાન બનાવવાનો છે.
વોશિંગટનઃ રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 42 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈનિકોએ અત્યાર સુધી યુક્રેનના અનેક શહેરોને સંપૂર્ણ રીતે તબાહ કરી દીધા છે. તો યુક્રેનના બુચામાં થયેલા નરસંગારને લઈને દુનિયાભરમાં રશિયાની ટીકા થઈ રહી છે. આ વચ્ચે અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પુત્રીઓ અને રશિયાની સર્વોચ્ચ બેન્કો વિરુદ્ધ પ્રતિબંધો લગાવ્યા છે.
અમેરિકા તરફથી આજે બુધવારે જાહેરાત કરવામાં આવી કે પ્રતિબંધોના નવા પેકેજનો ઇરાદો રશિયાની બેન્કો અને ઉચ્ચ વર્ગને નિશાન બનાવવાનો છે. આ સિવાય કોઈપણ અમેરિકી નાગરિક પર રશિયામાં રોકાણ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ નવા પ્રતિબંધ બુચામાં થયેલા હત્યાકાંડ સાથે જોડાયેલા છે.
વિદેશ મંત્રીની પત્ની અને પુત્રી પર પણ પ્રતિબંધ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બંને પુત્રીઓ મારિયા અને કૈતેરીના સહિત રશિયાના ઉચ્ચ વર્ગ પર પૂર્ણ પ્રતિબંધોની જાહેરાત કરી છે. પ્રતિબંધોનો સામનો કરનાર અન્ય લોકોમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવની પત્ની અને પુત્રી પણ સામેલ છે. આ સિવાય રશિયાની સુરક્ષા પરિષદના સભ્ય સામેલ છે, જેમાં રશિયાના પ્રધાનમંત્રી મિખાઇલ મિશુસ્તીન અને પૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવ છે.
આ પણ વાંચોઃ ઈમરાન ખાનના ધમકીવાળા પત્રની મરિયમ નવાઝે ખોલી પોલ, કર્યો આ મોટો દાવો
પૂર્વ પત્ની બયૂડમિલાથી બે પુત્રીઓ છે
જાણકારી પ્રમાણે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની પૂર્વ પત્ની લ્યૂડમિલાથી બે પુત્રીઓ મારિયા વોરોત્સોવા અને કૈતરીના તિખોનોવા છે. મારિયાનું નિકનેમ માશા અને કેટરીનાનું નિકનેમ કાત્યા છે. 1996માં પુતિન પોતાની ફેમિલી સાથે માસ્કો ચાલ્યા ગયા હતા, જ્યાં પર તેની બંને પુત્રીઓએ જર્મન ભાષાની સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જ્યારે કથિત રીતે પુતિને કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા બાદ 1999માં તેમની પુત્રીઓનું સ્કૂલમાંથી નામ હટાવી દીધુ હતું અને અને પછી તેણે ઘરેથી અભ્યાસ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube