કિવઃ રશિયા દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી પોતાના દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે. તે ન માત્ર પોતાના સૈનિકોનો જુસ્સો વધારી રહ્યાં છે પરંતુ પોતાના દેશના નાગરિકોને રશિયા વિરુદ્ધ યુદ્ધમાં ઉતરવા માટે પ્રેરિત કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેનના રાષ્ટ્રપતિને પત્નીએ આપ્યું સમર્થન
અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ ઝેલેન્સ્કી અને તેમના પરિવારના જીવને મોટો ખતરો ગણાવ્યો છે. પરંતુ તેમણે દેશ છોડવાનો ઇનકાર કરતા રશિયાનો સામનો કરવાનો નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણયને ઝેલેન્સ્કીની પત્ની ઓલેના ઝેલેન્સ્કેએ પણ સમર્થન આપ્યું છે. ઓલેનાએ દેશ છોડવાના સૂચનનો નકારતા કહ્યું કે, તે પતિની સાથે યુક્રેનમાં રહેશે અને રશિયા વિરુદ્ધ લડશે. 


સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી વધારે છે ઉત્સાહ
અમારી સહયોગી વેબસાઇટ WION પ્રમાણે ઓલેના ઝેલેન્સ્કાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને કહ્યું- મારા પ્રેમાળ યુક્રેનિયન લોકો, હું તમને બધાને જોઈ રહી છું. હું ટીવી પર, રસ્તા પર, ઇન્ટરનેટ પર દરેકને જોઈ રહી છું. હું તમારી પોસ્ટ અને વીડિયો જોવ છું. શું તમને ખ્યાલ છે? તમે ગજબ છો. મને તમારી સાથે આ દેશમાં રહેવા પર ગર્વ છે. 


આ પણ વાંચોઃ રશિયાના ટેન્કને ટ્રેક્ટરથી ચોરીને લઈ ગયો યુક્રેનનો કિસાન, જોતા રહી ગયા સૈનિક, જુઓ વીડિયો


ઓલેનાએ પોસ્ટમાં કહ્યું- આજે મને ડર અને આંસુ નહીં હોય. હું શાંત અને આત્મવિશ્વાસી રહીશ. મારા બાળકો મને જોઈ રહ્યાં છે. હું તેમની બાજુમાં રહીશ. મારા પતિની બાજુમાં અને તમારી સાથે. 


આપણે સેના છીએ અને સેના આપણેઃ ઓલેના ઝેલેન્સ્કા
યુક્રેનની પ્રથમ મહિલા ઓલેનાએ એક પોસ્ટમાં નવજાત બાળકની તસવીર શેર કરી છે. ઓલેનાએ લખ્યું- આ બાળક કિવ બોમ્બ શેલ્ટર હોમમાં જનમ્યું. તે ખુબ અલગ પરિસ્થિતિમાં, શાંતિપૂર્ણ આસમાનની નીચે. બાળકોએ આ જોવું જોઈએ. આપણે સેના છીએ, સેના આપણે છીએ અને બોમ્બ શેલ્ટરોમાં જન્મેલા બાળકો એક શાંતિપૂર્ણ દેશમાં રહેશે, જેનો આપણે બચાવ કર્યો છે. 


2003માં થયા હતા લગ્ન
વોલોદિમીર ઝેલેન્સ્કી અને ઓલેના ઝેલેન્સ્કાના લગ્ન વર્ષ 2003માં થયા હતા. યુક્રેન પર રશિયાના હુમલા બાદ તે પોતાના પતિના સમર્થનમાં સતત સોશિયલ મીડિયા પર પોતાના દેશની જનતા સાથે સંવાદ કરી રહી છે. 


આ પણ વાંચોઃ Ukraine-Russia War: રશિયાના હુમલામાં અત્યાર સુધી યુક્રેનના 102 નાગરિકોના મોત, ઘણા બાળકો પણ સામેલઃ યુએને આપી ચેતવણી  


યુક્રેનની પ્રથમ મહિલા ઓલેનાનો જન્મ 1978માં Kryvyi Rih માં થયો હતો. તેણે આક્રિટેક્ચરનો કોર્સ કર્યો પરંતુ બાદમાં લેખન ક્ષેત્રમાં કારકિર્દી બનાવી. તે Studio Kvartal 95 નામના એક પ્રોડક્શન હાઉસની સહ-સંસ્થાપક છે. તેને દેશમાં પ્રસારિત થનારા ઘણા શો અને ફિલ્મોને લખવાનો શ્રેય આપવામાં આવે છે. 


યુક્રેનની રાજનીતિમાં છે સક્રિય
યુક્રેનની પ્રથમ મહિલાના રૂપમાં, તેણે શાળાના બાળકોમાં પોષણ સુધાર પર કામ કર્યું છે. તેણે દેશમાં લૈંગિક સુરક્ષા, સાંસ્કૃતિક કૂટનીતિ જેવા ક્ષેત્રમાં દેશની રણનીતિ બનાવવાની દિશામાં ખુબ કામ કર્યું છે. તે યુક્રેની મહિલા કોંગ્રેસની એક્ટિર મેમ્બર પણ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube