Donald Trump: રશિયા યુક્રેન પર સતત મિસાઇલ હુમલા કરી રહ્યું છે. પુતિને તો પરમાણુ હુમલાની પણ ધમકી આપી છે. જેનાથી લાગી રહ્યું છે કે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે દુનિયામાં સંકટના વાદળો ઘેરાયા છે. પરંતુ ટ્રમ્પના એક નજીકના વ્યક્તિએ દાવો કર્યો કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં વાપસીથી ડરેલા છે. એટલું જ નહીં ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રપતિ પદના શપથ લેવાની સાથે આ યુદ્ધ સમાપ્ત થઈ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પ સમાપ્ત કરાવી દેશે યુદ્ધ
ધ સનના અહેવાલ મુજબ હેરિટેજ ફાઉન્ડેશન થિંક ટેંકના વડા ડૉ. કેવિન રોબર્ટ્સે દાવો કર્યો છે કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાના થોડા જ દિવસોમાં રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવશે. જો કે, રોબર્ટ્સે એમ પણ કહ્યું કે આ માટે યુક્રેનને કેટલીક સમજૂતી કરવી પડશે. રોબર્ટ્સના ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે ગાઢ સંબંધો છે અને તેમની ગણતરી તેમના નજીકના સહયોગીઓમાં થાય છે.


કેમ ડરેલા છે પુતિન?
રોબર્ટ્સનું કહેવું છે કે પુતિન ડોનાલ્ડ ટ્રમ્પથી ડરે છે અને ટ્રમ્પના સત્તામાં આવવાથી તે ચિંતામાં છે. તેથી તે યુદ્ધને ખતમ કરવામાં રૂચિ લઈ શકે છે પરંતુ તે પણ સત્ય છે કે યુદ્ધ વિરામ માટે યુક્રેને પોતાનો કેટલોક વિસ્તાર છોડવો પડશે અને તેના નાટોનો ભાગ બનવાનો અત્યારે કોઈ માર્ગ નથી. યુક્રેન માટે જરૂરી હશે કે તે પુતિનની કેટલીક માંગો માને, ત્યારે આ યુદ્ધ સમાપ્ત થઈ શકશે.


આ પણ વાંચોઃ અમેરિકામાં મૂળ ગુજરાતી પાટીદાર નેતાને મોટી જવાબદારી! ટ્રમ્પે ખુદ ગણાવ્યા પહેલા ફાઇટર


ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં આપ્યું હતું વચન
આમ તો ડોનાલ્ડ ટ્રમ્પે ખુદે દાવો કર્યો હતો કે તે રાષ્ટ્રપતિ બનવાની સાથે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરાવી દેશે. આ વચન તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન આપ્યું હતું. પરંતુ તે રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવા માટે કઈ નીતિ અપનાવશે, તે વિશે કંઈ જણાવ્યું નથી. 


તમને જણાવી દઈએ કે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ યુદ્ધવિરામનો ઈરાદો વ્યક્ત કર્યો છે, પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું વલણ દિવસેને દિવસે કડક થઈ રહ્યું છે. તેઓ સતત એક પછી એક અદ્યતન મિસાઇલો છોડીને યુક્રેનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પુતિન પાસેથી એવી અપેક્ષા રાખવી અર્થહીન છે કે તેઓ કઠિન શરતો વિના શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે.