મોસ્કો/કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત આવતીકાલ એટલે કે 2 માર્ચે થઈ શકે છે. આ પહેલાં સોમવારે બેલારૂસમાં બંને દેશો વચ્ચે પ્રથમ રાઉન્ડની વાર્તા થઈ હતી. પરંતુ આ બેઠકમાં કોઈ સમાધાન નિકળ્યું નહીં. આશરે 3:30 કલાકની વાતચીત બાદ બંને દેશોના પ્રતિનિધિ પોત-પોતાના દેશ પરત ફર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે યુક્રેનની સાથે પ્રથમ રાઉન્ડની બેઠક પૂરી થયા બાદ રશિયાએ ખારકીવ શહેર પર હુમલો કર્યો હતો. રશિયન સેનાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવ પર મંગળવારે બોમ્બ ફેંક્યા હતા. આ સાથે રશિયન સેના યુક્રેનની રાજધાની કિવની નજીર પહોંચી ગઈ છે અને 40 માઇલના કાફલામાં રશિયાના ટેન્ક અને અન્ય સૈન્ય વાહન કુચ કરી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ ચીનની અમેરિકાને ધમકી, કહ્યું- તાઇવાનનો સાથ આપવા પર પરિણામ ભોગવવા પડશે


યુરોપિયન યુનિયન સંસદમાં ઝેલેન્સ્કીનું સંબોધન
યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ યુરોપિયન સંસદમાં ભાષણ આપીને બધાને ચોંકાવી દીધા. સંસદમાં હાજર બધા સભ્યોએ તેમને તાળીઓની સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યુ હતું. ઝેલેન્સ્કીએ કહ્યુ- અમે અમારી જમીન અને અમારી આઝાદી માટે લડી રહ્યાં છીએ, 'અમે અમારી જમીન અને અમારી સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ, તે હકીકત હોવા છતાં કે અમારા તમામ શહેરો હવે અવરોધિત છે. કોઈપણ અમને તોડનારૂ નથી, અમે મજબૂત છીએ, અમે યુક્રેનિયન છીએ. 


અમે આઝાદીની લડાઈ લડી રહ્યાં છીએ
યુરોપિયન સંસદને સંબોધિત કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્ક્સીએ કહ્યુ કે, અમે આઝાદીની લડાઈ લડી રહ્યાં છે. અમે અમારા હક માટે લડીએ છીએ. હજુ અમારો જુસ્સો તૂટ્યો નથી. અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું. યુક્રેને દેખાડ્યુ કે અમે કોઈથી કમ નથી. 


આ પણ વાંચોઃ Russia Ukraine War: ઓખતિરકામાં રશિયાએ મિલિટ્રી બેઝ પર કર્યો હુમલો, 70થી વધુ યુક્રેની સૈનિકોના મોત  


યુક્રેનની સેના ઉત્સાહથી ભરેલી છે
યુક્રેનની સેનામાં ઉત્સાહપૂર્વક તેમણે કહ્યું કે અમે રશિયા સામે મજબૂત ઊભા છીએ અને અમારું શ્રેષ્ઠ આપીએ છીએ. યુક્રેનના લોકો અદ્ભુત છે.


રશિયન હુમલાઓ અંગે પુતિનની નિંદા કરી
ફ્રીડમ સ્ક્વેર પર રશિયન મિસાઈલ હુમલાનો ઉલ્લેખ કરતા ઝેલેન્સકીએ કહ્યું કે આ સવાર અમારા માટે દુઃખદાયક હતી. પુતિને બાળકોને પણ ન છોડ્યા, 16 બાળકો માર્યા ગયા. તેમણે કહ્યું કે આજે સવારે ફ્રીડમ સ્ક્વેર પર બે મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો હતો. અમે યુક્રેનિયનોની શક્તિ શું છે તે પણ બતાવીશું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube