વ્લાદીમીર પુતિનના નામે શરમજનક રેકોર્ડ, આ મામલામાં રશિયા બન્યો દુનિયાનો સૌથી બદનામ દેશ
યુદ્ધ વિનાશ નોતરે તે કહેવત રશિયા અને યુક્રેનના યુદ્ધમાં એકદમ સટીક સાબિત થઈ રહી છે. કેમ કે યુદ્ધના કારણે યુક્રેન તો તહેસ-નહેસ થઈ રહ્યું છે. પરંતુ સુપરપાવર રશિયાની અર્થવ્યવસ્થા પણ કડડભૂસ થવા લાગી છે. તેની વચ્ચે રશિયાએ ના પસંદ હોય તેવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અને તે છે દુનિયામાં સૌથી વધારે પ્રતિબંધ સહન કરનારા દેશનું બિરુદ.
નવી દિલ્લી: યુદ્ધ વિનાશ નોતરે તે કહેવત રશિયા અને યુક્રેનના યુદ્ધમાં એકદમ સટીક સાબિત થઈ રહી છે. કેમ કે યુદ્ધના કારણે યુક્રેન તો તહેસ-નહેસ થઈ રહ્યું છે. પરંતુ સુપરપાવર રશિયાની અર્થવ્યવસ્થા પણ કડડભૂસ થવા લાગી છે. તેની વચ્ચે રશિયાએ ના પસંદ હોય તેવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અને તે છે દુનિયામાં સૌથી વધારે પ્રતિબંધ સહન કરનારા દેશનું બિરુદ.
રશિયાને દુનિયાની અર્થવ્યવસ્થાનો મજબૂત પિલર ગણવામાં આવે છે. રશિયા દુનિયાની બીજા નંબરની મહાસત્તા છે. તો રશિયા પાસે બીજા નંબરની સૌથી ખતરનાક સેના માનવામાં આવે છે. પરંતુ કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને આવું જ કંઈક થયું રશિયા સાથે. રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન જિદે ચડ્યા અને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી. પરંતુ આ શું 14-14 દિવસ છતાં પણ હજુ યુદ્ધનો અંત આવ્યો નથી. જેના કારણે રશિયા પાસે રહેલા તમામ સન્માન છીનવાઈ રહ્યા છે. તમામ દેશ અને સંગઠન પ્રતિબંધ લગાવી રહ્યા છે. અને તેના નામે નોંધાઈ ગયો છે અનોખો રેકોર્ડ.
સૌથી વધુ પ્રતિબંધ સાથે રશિયા નંબર વન:
રશિયા સામે દુનિયાનો કોઈ દેશ આંખ ઉંચી કરવાની હિંમત કરતો ન હતો. પરંતુ યુક્રેન સામેના યુદ્ધના કારણે આખી દુનિયામાં તેની પુતિનની ફજેતી થઈ રહી છે. તેની વચ્ચે બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે અમેરિકા અને યુરોપિયન યુનિયને રશિયા પર 2778 નવા પ્રતિબંધ લગાવ્યા છે. તેની સાથે રશિયા પર હવે 5530 પ્રતિબંધ લાગી ચૂક્યા છે અને રશિયાએ આ મામલે ઈરાન અને નોર્થ કોરિયાને પણ પાછળ છોડી દીધા છે.
રશિયા પર કયા-કયા દેશોએ કેટલાં પ્રતિબંધ લગાવ્યા:
રશિયા પર 2754 પ્રતિબંધ 22 ફેબ્રુઆરી પહેલાં હતા
22 ફેબ્રુઆરીથી લઈ અત્યાર સુધી 2778 નવા પ્રતિબંધ લાગ્યા
રશિયા પર સૌથી વધારે સ્વિત્ઝરલેન્ડે 568 પ્રતિબંધ લગાવ્યા
તેના પછી યૂરોપિયન યુનિયને 518 પ્રતિબંધ લગાવ્યા
ફ્રાંસે રશિયા પર 512 નવા પ્રતિબંધ લગાવ્યા
જ્યારે અમેરિકાએ અત્યાર સુધી 243 પ્રતિબંધ લગાવ્યા
આ પહેલાં ઈરાન પર છેલ્લાં 10 વર્ષમાં 3616 પ્રતિબંધ લાગ્યા હતા
જ્યારે સિરીયા પર 2608 અને નોર્થ કોરિયા પર 2077 પ્રતિબંધ છે
જોકે હવે રશિયા પર માત્ર 10 દિવસમાં એટલા પ્રતિબંધ લાગ્યા કે તમામ રેકોર્ડ તૂટી ગયા અને સુપરપાવર દેશ સૌથી વધારે પ્રતિબંધમાં નંબર વન દેશ બની ગયો.
વિનાશકાળે વિપરીત બુદ્ધિ:
એક યુદ્ધના કારણે રશિયાની અર્થવ્યવસ્થા ડામાડોળ થવા લાગી છે. પરંતુ પુતિનને તેની કોઈ ચિંતા નથી... ત્રણ દેશના નેતાઓએ 9 કલાક સુધી વાતચીત કરીને સમજાવ્યા છતાં પણ પુતિન યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર નથી. ત્યારે પુતિન માટે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહેવત એકદમ સાર્થક સાબિત થઈ રહી છે.