Russia Ukraine War: રશિયા અને યુક્રેન યુદ્ધનો આજે 37 મો દિવસ છે. અત્યાર સુધી યુક્રેન પર રશિયન સૈનિકોના હુમલામાં કોઈ કમી રહી નથી. જો કે, રશિયાએ જાહેરાત કરી છે કે તે યુક્રેનના બે શહેરમાં હુમલાઓ ઘટાડશે. આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે રશિયન સેનાએ ચેરનોબિલથી બહાર નિકળવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાએ દાવો કર્યો છે કે, રશિયન સેનાએ ચેરનોબિલ ન્યુક્લિયર પાવર પ્લાનથી બહાર નિકળવાનું શરૂ કરી દીધું છે. તો બીજી તરફ ચીને યુક્રેન સંકટ માટે અમેરિકા અને નાટોને દોષિત ગણાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયા અને યુક્રેન વચ્ચે ફરી શરુ થઈ શાંતિ વાર્તા
પશ્ચિમ રશિયામાં એક ઓઇલ ડેપો પર યુક્રેનના હુમલા બાદ રશિયા અને યુક્રેને વીડિયો કોન્ફરન્સ દ્વારા શાંતિ વાર્તા ફરીથી શરૂ કરી છે. બે દિવસ પહેલા તુર્કીના ઇસ્તાંબુલમાં રશિયા-યુક્રેન વચ્ચે લગભગ 3 કલાક સુધી શાંતિ વાર્તા ચાલી હતી.


યુક્રેન યુદ્ધ માટે ચીને નાટોના વિસ્તારને જવાબદાર ગણાવ્યા
ચીને અમેરિકા પર યુક્રેનમાં યુદ્ધ ભડકાવવાનો આરોપ લગાવ્ય છે અને તેનું કહેવું છે કે સોવિયત સંઘના તૂટ્યા બાદ ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠનનો ભંગ કરી દેવો જોઈએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિયને કહ્યું કે નાટોના સભ્યોની સંખ્યા 16 થી વધીને 30 થઈ ગઈ છે, અને તે પૂર્વ તરફ 1000 કિલોમીટરથી વધારે રશિયન બોર્ડર નજીક પહોંચી ગયા છે અને રશિયાને સ્ટેપ બાય સ્ટેપ દિવાલ તરફ ધકેલી રહ્યા છે.


યુક્રેનનો પલટવાર, રશિયાની અંદર કર્યો હુમલો; તેલ ડેપો પર છોડ્યા રોકેટ
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ હવે ગંભીર રૂપ લઈ રહ્યું છે. આ યુદ્ધમાં સતત હુમલા સહન કરી રહ્યું યુક્રેન હવે પલટવારના મૂડમાં આવી ગયું છે. સમાચાર સામે આવી રહ્યા છે કે યુક્રેનની સેનાએ રશિયાની સીમામાં હુમલો કર્યો છે. ધ મોસ્કો ટાઈમના સમાચાર અનુસાર રશિયાનો આરોપ છે કે, યુક્રેને તેમની સીમાના 25 માઇલ અંદર ઘુસીને તેલ ડેપો પર હુમલો કર્યો છે.


એવા સમયે થયો હુમલો
રશિયાનો આ દાવો એવા સમયે આવ્યો છે, જ્યારે એક્સપર્ટ્સે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, તે પોતે પોતાના વિસ્તાર પર હુમલો દેખાળવા માટે કરી શકે છે અને યુક્રેન પર આરોપ લગાવી શકે છે. રશિયાના અધિકારી યાકેસ્લાવ ગ્લાડકોવે કહ્યું કે યુક્રેનના બે સૈન્ય હેલિકોપ્ટરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube