સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત અને ચીને યુક્રેન પર આક્રમણની નિંદા કરી, વોટિંગથી રહ્યાં દૂર
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેન પર હુમલાના વિરુદ્ધમાં રજૂ થયેલા પ્રસ્તાવના સમર્થનમાં 15માંથી 11 સભ્ય દેશોએ મત આપ્યો. પરંતુ રશિયાએ વીટોનો ઉપયોગ કરતા પ્રસ્તાવને રોકી દીધો. ભારત, યુએઈ અને ચીને મતદાનમાં ભાગ લીધો નહીં.
સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શુક્રવારે યુક્રેન પર રશિયાનો હુમલો રોકવા અને સેનાને પરત બોલાવવાના પ્રસ્તાવ પર મતદાન થયું. આ દરમિયાન રશિયાએ વીટોનો ઉપયોગ કર્યો. સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાં રશિયા પણ સામેલ છે. તો ભારત, ચીન અને યુએઈએ હુમલાની નિંદા કરતા મતદાનમાં ભાગ લીધો નહીં.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં યુક્રેનની વિરુદ્ધ રજૂ થયેલા પ્રસ્તાવના સમર્થનમાં 15માંથી 11 સભ્ય દેશોએ મત આપ્યો. તો રશિયાએ આ પ્રસ્તાવ વિરુદ્ધ વીટોનો ઉપયોગ કર્યો હતો. તો ભારત, ચીન અને યુએઈએ વોટિંગમાં ભાગ લીધો નહીં.
યુક્રેનના ઘટનાક્રમથી ભારત પરેશાનઃ ટી.એસ.તિરૂમૂર્તિ
સુરક્ષા પરિષદમાં ભારતના પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિએ કહ્યુ, યુક્રેનમાં હાલમાં થયેલા ઘટનાક્રમથી ભારત ખુબ પરેશાન છે. અમે આગ્રહ કરીએ છીએ કે હિંસા અને શત્રુતા તત્કાલ સમાપ્ત થાય તેના પ્રયાસો કરવામાં આવે. નાગરિકોના જીવનની સુરક્ષા માટે અત્યાર સુધી કોઈ સમાધાન કાઢવામાં આવ્યું નથી. અમે ભારતીય સમુદાયના કલ્યાણ અને સુરક્ષાને લઈને ચિંતિત છીએ, જેમાં યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ સામેલ છે. તે વાતનો ખેદ છે કે કૂટનીતિનો રસ્તો છોડી દેવામાં આવ્યો છે. આપણે તેના પર પરત ફરવું પડશે. આ તમામ કારણોથી ભારતે આ પ્રસ્તાવથી દૂર રહેવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિંડા થોમસ ગ્રીનફીલ્ડે કહ્યુ, આપણા પાયાના સિદ્ધાંતો પર રશિયા દ્વારા કરવામાં આવેલો હુમલો અમાનવીય અને બેશર્મીભર્યો છે, આ આપણી આંતરરાષ્ટ્રીય સિસ્ટમ માટે ખતરો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube