મોસ્કોઃ યુક્રેન પર ચાલી રહેલા હુમલા વચ્ચે રશિયાએ પશ્ચિમના દેશોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. રશિયાએ ગુરૂવારે પશ્ચિમને ચેતવણી આપી કે મોસ્કો ક્ષેત્ર પર કોઈપણ હુમલા માટે એક કઠિન સૈન્ય પ્રતિક્રિયાનો જવાબ આપવામાં આવશે. સાથે રશિયાએ અમેરિકા અને તેના મુખ્ય યુરોપીયન સહયોગીઓને મોસ્કો પર હુમલો કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયા દ્વારા યુક્રેન પર આક્રમણ કરવાના બે મહિના બાદ મોસ્કોએ હાલના દિવસોમાં રિપોર્ટ કર્યુ કે તે જે કહી રહ્યું છે તે યુક્રેનની સરહદે આવેલા રશિયન ક્ષેત્રો પર યુક્રેની દળો દ્વારા હુમલાની એક શ્રેણી છે. સાથે ચેતવણી આપી કે આ પ્રકારના હુમલા એક ખતરાને ઉભો કરી શકે છે. 


રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોવાએ કહ્યુ કે પશ્ચિમ દેશ જાહેરમાં કીવથી રશિયા પર હુમલો કરવાનું આહ્વાન કરી રહ્યાં છે, જેમાં નાટો દેશોથી પ્રાપ્ત હથિયારોનો ઉપયોગ પણ સામેલ છે. સાથે કહ્યું કે હું તમને અમારા ધૈર્યની વધુ પરીક્ષા ન લેવાની સલાહ આપુ છું. 


આ પણ વાંચો- Gold Mountain: એવી જગ્યા જ્યાં કીચડમાંથી નિકળે છે સોનું, ઘણા વર્ષોથી લોકોની કમાણીનું છે માધ્યમ


ચોક્કસ પણે રશિયા તરફથી આપવામાં આવશે આકરી પ્રતિક્રિયા
રશિયાના રક્ષા મંત્રાલયે મંગળવારે કહ્યું કે, જો આ પ્રકારના હુમલા યથાવત રહ્યા તો મોસ્કો યુક્રેનમાં નિર્ણય લેનાર કેન્દ્રોને નિશાન બનાવશે, જેમાં તે પણ સામેલ છે જ્યાં તેમણે કહ્યું હતું કે પશ્ચિમી દેશોના સલાહકાર કીવની મદદ કરી રહ્યાં છે. જખારોવાએ કહ્યું કે યુક્રેન અને પશ્ચિમની રાજધાનીઓએ રક્ષા મંત્રાલયના નિવેદનને ગંભીરતાથી લેવું જોઈએ કે યુક્રેનને રશિયા ક્ષેત્ર પર હુમલો કરવા માટે ઉશ્કેરવાથી રશિયા દ્વારા જવાબ આપવામાં આવશે. 


મહત્વનું છે કે 24 ફેબ્રુઆરીથી રશિયા દ્વારા યુક્રેન પર હુમલા બાદ અત્યાર સુધી અનેક લોકોના મોત થયા છે. લાખો લોકો યુક્રેન છોડીને પલાયન કરી ચુક્યા છે. તો 1962ના ક્યૂબા મિસાઇલ સંકટ બાદ એકવાર ફરી રશિયા અને અમેરિકા વચ્ચે સૌથી ગંભીર ટકરાવની સ્થિતિ બની ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube