મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ છેલ્લા 28 દિવસથી ચાલુ છે અને રશિયાના હુમલાથી યુક્રેનના અનેક શહેરો તબાહ થઈ ચૂક્યા છે. યુદ્ધ વચ્ચે રશિયા તરફથી પરમાણુ હુમલાની અટકળો તેજ થઈ ગઈ છે. કારણ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે આ અંગે ધમકી આપી છે. દમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયા પરમાણુ હથિયારોના ઉપયોગનો સહારો લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ પરિસ્થિતિઓમાં રશિયા કરશે પરમાણુ બોમ્બનો ઉપયોગ?
વ્લાદિમિર પુતિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે પરમાણુ બોમ્બના ઉપયોગની ધમકી આપી છે. જો કે તેમણે કહ્યું કે રશિયા ફક્ત ત્યારે જ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે જ્યારે તેનું અસ્તિત્વ સંકટમાં હશે. એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે પુતિન કઈ પરિસ્થિતિઓમાં રશિયાની પરમાણુ ક્ષમતાનો ઉપયોગ કરશે, પેસ્કોવે જવાબ આપ્યો કે જો અમારા દેશ પર કોઈ સંભવિત જોખમ હોય, તો આવું થઈ શકે છે. 


હાલ પરમાણુ હથિયારોના ઉપયોગ પર વિચાર નથી
સીએનએનને આપેલા એક ઈન્ટરવ્યુમાં પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે એ વાતનો ઈન્કાર કરી દીધો કે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. તેમણે સ્વીકાર્યું કે રશિયાએ હજુ સુધી યુક્રેનમાં પોતાના કોઈ પણ સૈન્ય લક્ષ્યને હાંસલ કર્યું નથી પરંતુ આમ છતાં તેમણે એ વાતથી ઈન્કાર કર્યો કે મોસ્કો પરમાણુ હથિયારોના ઉપયોગનો સહારો લઈ શકે છે. 


અહીં પેટ્રોલ પંપો પર તૈનાત કરવી પડી સેના, જાણો આખરે કેમ આવી સ્થિતિ પેદા થઈ ગઈ? 


પુતિને આપી હતી પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી
આ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પહેલા તે દેશો વિરુદ્ધ પરમાણુ હથિયારોના ઉપયોગનો સંકેત આપ્યો હતો જેમને તેમણે રશિયા માટે જોખમ ગણ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જે પણ અમારા દેશ અને અમારા લોકો માટે જોખમ પેદા કરે છે તેમને ખબર હોવી જોઈએ કે રશિયા તરત જવાબ આપશે અને પરિણામ એવું હશે જે સમગ્ર ઈતિહાસમાં ક્યારેય જોયું નહીં હોય. 


છેલ્લા 28 દિવસથી ચાલુ છે યુદ્ધ
અત્રે જણાવવાનું કે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શરૂઆત 24 ફેબ્રુઆરીથી થઈ હતી. જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 28 દિવસથી યુદ્ધ ચાલુ છે અને યુક્રેનની રાજધાની કીવ ઉપરાંત રશિયાની સેના ખારકિવ અને મારિયુપોલ સહિત અલગ અલગ શહેરો પર સતત હુમલા કરી રહી છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube