કિવઃ યુક્રેનમાં રશિયા સતત હુમલા કરી રહ્યું છે. આજે યુદ્ધના છઠ્ઠા દિવસે યુક્રેનની રાજધાની કિવમાં રશિયન સેનાએ મુખ્ય ટીવી ટાવરને નિશાન બનાવ્યા. આ હુમલાથી અનેક ટીવી ચેનલોનું પ્રચારણ પ્રભાવિત થયું છે. યુક્રેનના ગૃહમંત્રીએ આ જાણકારી આપી છે. મહત્વનું છે કે રશિયાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવને પણ નિશાન બનાવ્યું છે. યુક્રેનનું કહેવું છે કે રશિયાએ રહેણાક વિસ્તારમાં હુમલા કર્યા છે. જેમાં આઠ લોકોના મોત થયા છે. આ યુદ્ધ અપરાધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં આશરે 40 માઇલના કાફલામાં રશિયાની ટેન્ક અને અન્ય સૈન્ય વાહન સતત કૂચ કરી રહ્યાં છે. આ સાથે રશિયન ટેન્કોએ ખારકીવ અને રાજધાની કિવ વચ્ચે આવેલા એક શહેર ઓખિતરકામાં એક સૈન્ય ઠેકાણા પર હુમલો કર્યો. તેમાં 70 જેટલા યુક્રેની સૈનિકોના મોત થયા છે. યુદ્ધને કારણે અત્યાર સુધી સાડા છ લાખથી વધુ યુક્રેની નાગરિકો પલાયન કરી ચુક્યા છે. તો અનેક લોકોએ પોતાને બચાવવા માટે મેટ્રો સ્ટેશન, બંકર અને અન્ય આશ્રય સ્થળમાં આસરો લીધો છે. 
 


ચીનની અમેરિકાને ધમકી, કહ્યું- તાઇવાનનો સાથ આપવા પર પરિણામ ભોગવવા પડશે


કાલે રશિયા-યુક્રેન વચ્ચે બેઠક
રશિયા અને યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત આવતીકાલ એટલે કે 2 માર્ચે થઈ શકે છે. આ પહેલાં સોમવારે બેલારૂસમાં બંને દેશો વચ્ચે પ્રથમ રાઉન્ડની વાર્તા થઈ હતી. પરંતુ આ બેઠકમાં કોઈ સમાધાન નિકળ્યું નહીં. આશરે 3:30 કલાકની વાતચીત બાદ બંને દેશોના પ્રતિનિધિ પોત-પોતાના દેશ પરત ફર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube