ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવના એક નિવેદનથી જાણે હંગામો થઈ ગયો છે. વાત જાણે એમ છે કે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ અંગે તેમણે કહ્યું કે તેઓ વુમેનાઈઝર (મહિલાઓમાં વધુ રસ ધરાવતા વ્યક્તિ) છે અને ત્યારબાદ તેમની ઘણી આલોચના થઈ છે. જો કે હવે અલીપોવે પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કર્યો છે અને રશિયાના વિદેશમંત્રીના વખાણ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો
શુક્રવારે ફોરેન કોરેસપોન્ડન્સ ક્લબ ઓફ સાઉથ એશિયામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અલીપોવને જી20 શિખર સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ન આવવા અંગે સવાલ કરવામાં આવ્યો. તેમને સવાલ કરાયો કે પુતિન રશિયાની મહિલાઓમાં ખુબ લોકપ્રિય છે, જો તેઓ ભારત આવત તો તે અમારા માટે ખુબ સારું રહેત. અમે ખરેખર ખુશ થાત. પરંતુ હવે તમારા વિદેશમંત્રી  બેઠકમાં આવી રહ્યા છે. 


જવાબમાં અલીપોવે કહ્યું કે "રશિયાના પુરુષો પર તમારી ટિપ્પણી બદલ આભાર, આમ તો લાવરોવ પરણીત છે. પરંતુ તેઓ મહિલાઓમાં વધુ રસ ધરાવતા વ્યક્તિ છે." તેમની આ ટિપ્પણી પર જ્યારે વિવાદ થયો તો માઈક્રો બ્લોગિંગ સાઈટ એક્સ (અગાઉ ટ્વિટર) પર સ્પષ્ટીકરણ આપતા તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મને ખેદ છે કે મારા શબ્દોમાં કેટલાક લોકો પ્રત્યે ટીકાની ભાવના હતી. પરંતુ મારો અર્થ બસ એટલો હતો કે મંત્રી લાવરોવ એક સજ્જન વ્યક્તિ તરીકે મહિલાઓ વચ્ચે ખુબ લોકપ્રિય છે અને તેમની બુદ્ધિ, કરિશ્મા અને હાજરજવાબી માટે પુરુષો પણ તેમની પ્રશંસા કરે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube