કીવી: રશિયા-યૂક્રેન યુદ્ધને આજે (શુક્રવારે) 44 મો દિવસ છે. આ દરમિયાન સમાચાર છે કે રશિયાએ યૂક્રેનના   Kramatorsk રેલવે સ્ટેશન પર હુમલો કર્યો છે, જેમાં 300 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.  Kramatorsk રેલવે સ્ટેશન પર રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયાના હુમલા સતત ચાલુ
યૂક્રેનના ઘણા શહેરો પર હજુ પણ હુમલા ચાલુ છે. ક્યાંક ડ્રોન વડે તો ક્યાંક મિસાઇલ વડે હુમલા કરવામાં આવી રહ્યા છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીના અનુસાર બોરોદયંકામાં તો બુચા કરતાં પણ વધારો ખરાબ સ્થિતિ છે તો બીજી તરફ રશિયા માટે એક મોટો ઝટકો લાગ્યો છે તેને UNHRC બહાર કરવામાં આવ્યું છે. 


યૂક્રેનના ઘણા શહેર થયા નષ્ટ
રશિયાના હુમલામાં યૂક્રેનના ઘણા શહેર સંપૂર્ણપણે નષ્ટ થઇ ચૂક્યા છે અને દરેક જગ્યાએ બરબાદીની નિશાની છે. હોસ્ટોમેલ પણ એવું જ એક શહેર છે જે ખંડહરમાં બદલાઇ ગયું છે. રશિયાના હુમલામાં ઘણા રહેણાંક વિસ્તાર બરબાદ થઇ ગયા છે. 


યૂક્રેન અને રશિયાએ કર્યો દાવો
આ દરમિયાન યૂક્રેને દાવો કર્યો કે રશિયાના 18,900 સૈનિક, 698 ટેન્ક, 1891 યુદ્ધ વાહન, 332 તોપખાના, 108 મોટા રોકેટ સિસ્ટમ, 55 એર ડિફેન્સ સિસ્ટમ, 150 સૈન્ય વિમાન અને 76 ઇંધણ ટેન્ક તબાહ થઇ ચૂકી છે તો બીજી તરફ રશિયાનો દાવો છે કે યૂક્રેનના 29 સૈન્ય ઠેકાણા, 10 હથિયાર સ્ટોર, 218 વિમાન, 413 માનવ રહિત વિમાન, 227 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ, 1987 ટેન્ક, 218 રોકેટ સિસ્ટમ, 866 મોર્ટાર અને 1,894 સૈન્ય વાહન નષ્ટ કરવામાં આવી છે. 


યૂક્રેનને ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના જોવા મળી રહી છે. રશિયા-યૂક્રેનના યુદ્ધને દોધ મહિનો પુરો થઇ ગયો છે પરંતુ સ્થિતિ સામાન્ય જોવા મળી રહી નથી. રશિયન સૈનિકો સતત પોતાની રણનીતિ બદલી રહ્યા છે અને યૂક્રેની સૈનિક જવાબ આપી રહ્યા છે. વાતચીતમાં આ મામલો ઉકેલાતો જોવા મળી રહ્યો નથી અને એવી સંભાવના છે કે યુદ્ધ જલદી વિશ્વયુદ્ધમાં બદલાઇ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube