કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ જંગનો 16મો દિવસ છે. રશિયાના સતત હુમલા બાદ યુક્રેનમાં સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. આ બધા વચ્ચે અમેરિકાએ એક મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું કે રશિયાની સેના હવે કીવ સિટી સેન્ટરથી ફક્ત 15 કિમી દૂર છે તથા કીવને 2 તરફથી ઘેરવાની તૈયારી કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 કલાકમાં 3 માઈલ નજીક પહોંચી રશિયાની સેના
અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે રશિયાની સેના છેલ્લા 24 કલાકમાં યુક્રેનની રાજધાની કીવની 3 માઈલ નજીક પહોંચી ગઈ છે. અમેરિકાનો દાવો છે કે રશિયાની સેના હવે  કીવના સિટી સેન્ટરથી ફક્ત 15 કિમી દૂર છે. સેટેલાઈટ તસવીરોના આધારે અમેરિકાએ દાવો કર્યો છે કે હવે રશિયાની સેનાનો કાફલો અલગ અલગ દિશાઓમાંથી કીવ તરફ આગળ વધી રહ્યો છે. 


યુદ્ધમાં કેમિકલ એટેકનું પ્લાનિંગ
રશિયા તરફથી યુક્રેનના અનેક શહેરોમાં તબાહી મચાવવામાં આવી રહી છે. આ બધા વચ્ચે અમેરિકાએ કહ્યું કે આ યુદ્ધમાં કેમિકલ એટેકનું પ્લાનિંગ થઈ રહ્યું છે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ પણ કહ્યું કે રશિયા કેમેકિલ એટેક કરવામાં સક્ષમ છે. જો કે રશિયાએ કહ્યું કે તેણે ક્યારેય યુદ્ધ ઈચ્છ્યું નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube