Ramzan Kadyrov on Poland: ચેચન્યાના દબંગ નેતા અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સહયોગી રમજાન કાદિરોવે પોલેન્ડને ચેતાવણી આપી છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તે કહેતા જોવા મળે છે કે યૂક્રેનનો મુદ્દો 'બંધ' થઇ ગયો છે અને હવે તેમને પોલેન્ડમાં રસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ વીડિયોમાં રમઝાન કહી રહ્યા છે કે ''યૂક્રેનનો મુદ્દો ખતમ થઇ ગયો છે, હવે મને પોલેન્ડમાં રસ છે. આ શું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે? 'પોલેન્ડને ધમકી આપતાં ચેચન નેતાએ આગળ કહ્યું કે 'યૂક્રેન બાદ જો અમને જે આદેશ આપવામાં આપવામાં આવે તો અમે 6 સેકન્ડમાં બતાવી દઇશું કે અમે શું કરી શકીએ છીએ. સારું રહેશે કે તમે તમારા હથિયાર અને ભાડાના સૈનિકોને પરત લઇ લો અને તમારા રાજદૂત પાસે તેના માટે સત્તાવાર ક્ષમા માંગો. અમે તેને ઇગ્નોર કરીશું નહી, તેને ધ્યાનમાં રાખો.


કાદિરોવે પોલેન્ડને ચેતાવણીમાં કહ્યું કે તે યૂક્રેનથી પોતાના હથિયાર પરત લઇ લે કારણ કે તે તેના પર હુમલો કરવા માટે તૈયાર છે. કાદિરોવે આ મહિનાની શરૂઆતમાં રશિયાના રાજદૂત સાથે જોડાયેલી એક ઘટના માટે પોલેન્ડ પાસે માફી માંગી હતી, જ્યાં વિજય દિવસ સમારોહ દરમિયાન યુદ્ધ વિરોધી પ્રદર્શનકારીઓએ તેમના પર લાલ રંગ ફેંક્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube