રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સ્વાસ્થ્ય અંગે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. એક ટેલિગ્રામ ચેનલ તરફથી દાવો કરાયો છે કે રવિવારે સાંજે જે સમયે પુતિન પોતાના બેડરૂમમાં હતાં ત્યારે તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો. આ સાથે જ ફરીથી એકવાર ગણગણાટ શરૂ થઈ ગયો છે કે રશિયાના રાષ્ટ્રપતિ બીમાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત વર્ષથી એવી વાતો થઈ રહી છે કે પુતિન પેન્ક્રિયાસ કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે અને તેમનું સ્વાસ્થ્ય બરાબર નથી. જો કે તાજેતરમાં પુતિન જ્યારે ચીનના પ્રવાસે ગયા ત્યારે તેમને જોઈને એવું જરાય ન લાગ્યું કે રાષ્ટ્રપતિ પુતિનનું સ્વાસ્થ્ય સારું નથી. 


વિદેશી પ્રવાસમાં બોડી ડબલ?
ટેલિગ્રામ ચેનલ જનરલ એસવીઆર તરફથી એવો પણ દાવો કરાયો છે કે પુતિન હાલમાં જે કાર્યક્રમોમાં સામેલ થયા છે જેમાં તેમના વિદેશ પ્રવાસ પણ સામેલ છે તેમાં તેમના બોડી ડબલ કે ડબલ્સ તરફથી હાજરી નોંધાવાઈ છે. ટેલિગ્રામ ચેનલનું માનીએ તો આ હાલ પુતિન પોતાના અધિકૃત નિવાસમાં એક સ્પેશિયલ ઈન્ટેન્સિવ કેર યુનિટમાં છે. કાર્ડિયાક અરેસ્ટ બાદ તેમને અહીં લાવવામાં આવ્યા હતા. 


ચેનલ તરફથી કહેવાયું છે કે ડોક્ટરોને પહેલા જ ખબર પડી ગઈ હતી કે પુતિનને કાર્ડિયાક અરેસ્ટ થયો છે. આથી તેમણે પુતિનને સારવાર ઉપલબ્ધ કરાવી. ડોક્ટરો તરફથી સમયસર મદદ મળી અને તેમની  હાર્ટ સર્જરી કરવામાં આવી. આ સર્જરી બાદ પુતિનને હોશ આવી ગયા. 


ક્રેમલિનની નો કમેન્ટ
દાવા પર ક્રેમલિન તરફથી તત્કાળ કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો કે રશિયાના અધિકારીઓ તરફથી પહેલા પણ અનેકવાર એ વાતનો દ્રઢતાથી ઈન્કાર કરવામાં આવ્યો છે કે 71 વર્ષના પુતિન સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે. જનરલ એસવીઆર પર પોસ્ટમાં ક્રેમલિનના આંતરિક સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે લગભગ નવ અને પાંચ વાગ્યે વ્લાદિમિર પુતિનના સુરક્ષા અધિકારી જે ડ્યૂટી પર તેમના ઘરે તૈનાત હતા તેમને રાષ્ટ્રપતિના બેડરૂમમાંથી શોર અને પડવાનો અવાજ સંભળાયો હતો. બે સુરક્ષા અધિકારીઓ તરત બેડરૂમ તરફ ભાગ્યા અને તેમણે જોયું કે પુતિન બેડની બાજુમાં જમીન પર પડ્યા હતા. આ સાથે જ તેમનું ભોજન અને ડ્રિંક્સ સાથે એક મેજ ઉલટી થઈને પડી હતી. 


ટેલિગ્રામ ચેનલના જણાવ્યાં મુજબ કદાચ જ્યારે રાષ્ટ્રપતિ પડ્યા તો તે મેજ અને વાસણો સાથે અથડાયા હશે જેના કારણે સામાન જમીન પર પડી ગયો હશે. પુતિન જમીન પર પડ્યા હતા અને પોતાની આંખો ફેરવી રહ્યા હતા અને તેમના શરીરમાં અક્કડપણું હતું. જે ડોક્ટરો ઘરે ડ્યૂટી પર  તૈનાત હતા તેમને તરત  બોલાવવામાં આવ્યા. ચેનલના જણાવ્યાં મુજબ તેમના તરફથી પહેલા પણ અનેકવાર ઓન્કોલોજી અને અનેક અન્ય બીમારીઓના કારણે પુતિનના સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ વિશે જણાવવામાં આવી ચૂક્યું છે. ચેનલ જનરલ એસવીઆર માટે એવું કહેવાય છે કે તે ચેનલ રશિયાના પૂર્વ લેફ્ટેનન્ટ જનરલ દ્વારા ચલાવવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube