મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સેનાને છ જાન્યુઆરીએ બપોરથી લઈને સાત જાન્યુઆરીની મધ્યરાત્રિ સુધી યુક્રેનમાં 36 કલાકના યુદ્ધ વિરામની જાહેરાત કરી છે. આ જાહેરાત ઓર્થોડોક્સ ક્રિસમસ મનાવવા માટે કરવામાં આવી છે. પુતિને પોતાના સંબોધનમાં કહ્યુ કે ઓર્થોડોક્સ ક્રિસમસના તહેવાર પર 6 અને 7 જાન્યુઆરીએ યુક્રેન પર કોઈ હુમલો થશે નહીં. યુદ્ધ વિરામની જાહેરાત કરતા પુતિને રશિયાની સેનાને 36 કલાક માટે યુક્રેન પર ગોળીબારી ન કરવાનો નિર્દેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો પુતિને કોની સલાહ પર આપ્યો આદેશ
પુતિને કહ્યુ કે તે રશિયા રૂઢિવાદી (ઓર્થોડોક્સ) ચર્ચના પ્રમુખ પૈટ્રિઆર્ક કિરિલની અપીલનું પાલન કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ચર્ચ પ્રમુખે ઓર્થોડોક્સ ક્રિસમસ પર યુદ્ધ વિરામની અપીલ કરી હતી, જ્યાર બાદ રશિયાની સેનાને આ આદેશ આપવામાં આવ્યો છે. પુતિને યુક્રેનને પણ અસ્થાયી યુદ્ધ વિરામમાં સામેલ થવાનું આહ્વાન કર્યું છે. આ સંઘર્ષ શરૂ થયા બાદ પ્રથમ યુદ્ધવિરામ હશે. 


નોંધનીય છે કે રશિયન ઓર્થોડોક્સ ચર્ચના પ્રમુખ પૈટ્રિઆર્ક કિરિલ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સહયોગી છે. સાથે તે યુક્રેન પર આક્રમણના પ્રખર સમર્થક પણ છે. પરંતુ તેમના આ સમર્થને ઘણા અન્ય પાદરિઓને નારાજ કરી દીધા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube