બ્રિટનની જાહેરાતના થોડા કલાકો બાદ આ દેશની જાહેરાત, આગામી અઠવાડિયાથી મળશે Corona Vaccine
સમાચાર એજન્સી AFPની સમાચાર અનુસાર પુતિને અધિકારીઓને કહ્યું `હું તમને કામ સારી રીતે ઓર્ગેનાઇઝ કરવાનો આગ્રહ કરું છું કે આગામી અઠવાડિયાના અંત સુધી અમે મોટાપાયે રસીકરણ શરૂ કરી શકે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશમાં શિક્ષકો અને મેડિકલ સ્ટાફને સૌથી પહેલાં વેક્સીન આપવામાં આવશે.
માસ્કો: કોરોના મહામારી (Corona Pandemic)ની માર સહન કરી રહેલા દુનિયાભરના લોકો માટે બુધવારનો દિવસ ખાસ રહ્યો. આજે કોરોના વેક્સીન (Corona Vaccine)ને લઇને એક પછી એક રાહતના સમાચાર આવ્યા. જોકે બ્રિટન બાદ હવે રશિયાએ પોતાના દેશોમાં લોકોને કોરોના વેક્સીન આપવાની જાહેરાત કરી દીધી છે.
Corona વેક્સીન પર ક્રિમિનલ્સની નજર, ઇન્ટરપોલે જાહેર કર્યું એલર્ટ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)એ બુધવારે સ્વાસ્થ્ય અધિકારીઓને આગામી અઠવાડિયાથી વ્યાપક રીતે રસીકરણ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. પુતિને જણાવ્યું કે રશિયાએ પોતાના સ્પુતનિક વી વેક્સીનની લગભગ 2 મિલિયન ખુરાકનું ઉત્પાદન કરી લીધું છે.
સમાચાર એજન્સી AFPની સમાચાર અનુસાર પુતિને અધિકારીઓને કહ્યું 'હું તમને કામ સારી રીતે ઓર્ગેનાઇઝ કરવાનો આગ્રહ કરું છું કે આગામી અઠવાડિયાના અંત સુધી અમે મોટાપાયે રસીકરણ શરૂ કરી શકે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશમાં શિક્ષકો અને મેડિકલ સ્ટાફને સૌથી પહેલાં વેક્સીન આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube