PM મોદી પર ઓળઘોળ થયા પુતિન, `મેક ઈન ઈન્ડિયા`ના કર્યા પેટછૂટા વખાણ, જાણો શું કહ્યું?
Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મિત્ર ગણાવતા તેમના ખુબ વખાણ કર્યા છે. તેમણે રશિયામાં ઘરેલુ ઉત્પાદનો અને બ્રાન્ડોને પ્રોત્સાહન આપવા માટ ભારતનું ઉદાહરણ આપ્યું.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મિત્ર ગણાવતા તેમના ખુબ વખાણ કર્યા છે. તેમણે રશિયામાં ઘરેલુ ઉત્પાદનો અને બ્રાન્ડોને પ્રોત્સાહન આપવા માટ ભારતનું ઉદાહરણ આપ્યું. પુતિને મેક ઈન ઈન્ડિયાના કોન્સેપ્ટના વખાણ કરતા કહ્યું કે ભારતને તેના સકારાત્મક પરિણામો મળ્યા છે. આ દરમિયાન પુતિને કહ્યું કે યુક્રેન યુદ્ધ બાદથી લાગેલા પ્રતિબંધોથી રશિયાના બજારો પર કોઈ અસર થઈ નથી.
યુક્રેન યુદ્ધ બાદથી જ રશિયા આકરા પ્રતિબંધોનો સામન કરી રહ્યું છે. ત્યાંની અર્થવ્યવસ્થા આ પ્રતિબંધોના કારણે લથડિયા ખાઈ રહી છે અને ઉદ્યોગ ધંધા માટે બજારો બંધ થયા છે. આવામાં રાષ્ટ્રપતિ પુતિન ઈચ્છે છે કે ભારતના મેક ઈન ઈન્ડિયાની જેમ જ રશિયામાં સ્વદેશી વસ્તુઓ પર ભાર મૂકવામાં આવે અને દેશમાં જ જરૂરી તમામ ચીજો તૈયાર કરવામાં આવે.
મેક ઈન ઈન્ડિયાના સકારાત્મક પરિણામ
પુતિને કહ્યું કે આપણા મિત્ર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયાના કોન્સેપ્ટને લોન્ચ કર્યો હતો. તેનાથી ભારતને સકારાત્મક પરિણામ મળ્યા છે. આરટીના રિપોર્ટ મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા કોન્સેપ્ટનો ઈન્ડિયન ઈકોનોમી પર સ્પષ્ટ પ્રભાવ પડ્યો છે.
મેક ઈન ઈન્ડિયાની અર્થવ્યવસ્થા પર સ્પષ્ટ પ્રભાવ
પુતિને મોસ્કોના એક કાર્યક્રમમાં બોલતા કહ્યું કે ભારતમાં અમારા મિત્ર અને રશિયાના મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થોડા વર્ષો પહેલા મેક ઈન ઈન્ડિયાનો કોન્સેપ્ટ લોન્ચ કર્યો હતો. તેનો ભારતીય અર્થવ્યવસ્થા પર બહુ સ્પષ્ટ પ્રભાવ પડ્યો હતો. તેમણે કહ્યું કે દેશ જે બનાવી રહ્યો છે, તે સારા કામ કરી રહ્યા છે, તેને અપનાવવામાં કોઈ પાપ નથી. ખાસ કરીને આપણા સારા મિત્રો દ્વારા બનાવવામાં આવેલા પ્રોડક્ટ અપનાવવા જોઈએ.
પુતિને પ્રતિબંધોની અસરને ફગાવી
રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા સહિત યુરોપિયન દેશો દ્વારા લગાવવામાં આવેલા આર્થિક પ્રતિબંધોની અસર દેશ પર પડી નથી. તેના કારણે રશિયાના બજારોમાં મંદી આવી નથી. તેમણે કહ્યું કે પશ્ચિમી કંપનીઓના દેશમાંથી જતા રહેવાથી રશિયાના ઉદ્યમીઓ માટે તકો વધી છે. તેમણે કહ્યું કે રશિયાએ ઘરેલુ ઉત્પાદનો અને બ્રાન્ડોને પ્રોત્સાહન આપવા માટે એક નવી પોલીસીની જરૂર છે.
પીએમ મોદીના મેક ઈન ઈન્ડિયા વિઝનનો અંદાજો એ રીતે લગાવી શકાય કે હવે ભારત વિદેશોથી હથિયારો ખરીદવા કરતા વધુ તેની ટેક્નોલોજી ખરીદે છે. તેનાથી દેશમાં હથિયારોની સાથે સાથે લોકોને રોજગાર પણ મળે છે. ભારતે હવે રક્ષા નિકાસમાં મોટી ઉપલબ્ધિ મેળવી છે. મીડિયા રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2022-23 માં રક્ષા નિકાસ 16000 કરોડ રૂપિયાના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યું છે, જે 2016-17 ની સરખામણીમાં 10 ગણું વધ્યું છે. એટલું જ ભારત આજે 85થી વધુ દેશોમાં હથિયારો નિકાસ કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube