SAARC દેશોના વિદેશમંત્રીઓની બેઠક થઈ રદ્દ, કારણ બન્યો પાકિસ્તાનનો તાલિબાન પ્રેમ
પાકિસ્તાન આ બેઠકમાં તાલિબાનના પ્રતિનિધિને સામેલ કરવાની જીદ કરી રહ્યું હતું. ત્યારબાદ ઉભા થયેલા મતભેદોને કારણે 25 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં યોજાનારી બેઠકને રદ્દ કરવી પડી છે.
કાઠમાંડૂ/નવી દિલ્હીઃ પાકિસ્તાનના તાલિબાન પ્રેમને કારણે દક્ષિણ એશિયન દેશોના સમૂહ સાર્ક (SAARC) દેશોના વિદેશ મંત્રીઓની અનૌપચારિક બેઠકને રદ્દ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન આ બેઠકમાં તાલિબાનના પ્રતિનિધિને સામેલ કરવાની જીદ કરી રહ્યું હતું. ત્યારબાદ ઉભા થયેલા મતભેદોને કારણે 25 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં યોજાનારી બેઠકને રદ્દ કરવી પડી છે. 2020માં કોરોના વાયરસને કારણે સાર્ક દેશોના મંત્રીપરિષદની બેઠક ઓનલાઇન આયોજીત થઈ હતી.
સાર્કની અધ્યક્ષતા કરી રહેલા નેપાળે આપ્યું નિવેદન
નેપાળી વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરી જણાવ્યું કે, બધા સભ્ય રાજ્યોની સહમતિની કમીને કારણે બેઠક રદ્દ થઈ ગઈ છે. સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો કે, સાર્કના મોટાભાગના સભ્ય દેશોએ અનૌપચારિક બેઠકમાં તાલિબાનના શાસનને અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપવાના પાકિસ્તાનની વિનંતી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો.
આ પણ વાંચોઃ અમેરિકા શીત યુદ્ધ ઈચ્છતું નથી, ચીનનો ઉલ્લેખ કરી UNGA માં બોલ્યા જો બાઇડેન
પાકિસ્તાનના પ્રસ્તાવથી સહમત ન હતા સભ્ય દેશ
પાકિસ્તાને તે વાત પર ભાર આપ્યો હતો કે અશરફ ગનીના નેતૃત્વવાળી અફઘાન સરકારના કોઈપણ પ્રતિનિધિને સાર્ક વિદેશ મંત્રીઓની બેઠકમાં કોઈપણ કિંમત પર મંજૂરી આપવામાં આવશે નહીં. મોટાભાગના સભ્ય દેશોએ પાકિસ્તાનની આ વિનંતીનો વિરોધ કર્યો. ત્યારબાદ સામાન્ય સહમતિ ન બની શકી અને 25 સપ્ટેમ્બરે યોજાનારી સાર્ક વિદેશ મંત્રીઓની બેઠક રદ્દ કરવી પડી છે.
અમીર ખાન મુત્તાકીને સામેલ કરવા ઈચ્છતું હતું પાક
તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કરી લીધો હતો. આ કારણે અફઘાનિસ્તાનમં અશરફ ગનીની લોકતાંત્રિક સરકારનું પતન થઈ ગયું હતું. આપસી ખેંચતાણ અને પાકિસ્તાનના દખલ બાદ તાલિબાને ઇસ્લામિક અમીરાતની કેબિનેટની પણ જાહેરાત કરી હતી. તેમાં અમીર ખાન મુત્તાકીને કાર્યવાહક વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાન ઈચ્છતું હતું કે તેમાં તાલિબાનના વિદેશ મંત્રી કે કોઈ બીજા મોટા નેતા ભાગ લે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube