Sameer Kamath Death Reason: અમેરિકીના પર્ડ્યૂ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થી સમીર કામથનું મોત 'આત્મહત્યા' હતું એવું અમેરિકી અધિકારીઓનું કહેવું છે. અધિકારીઓએ કહ્યું કે મોતનું પ્રાથમિક  કારણ 'માથામાં ગોળી વાગ્યાનો ઘા' છે. કોરોનર જસ્ટિ બ્રુમેટે એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે 6 ફેબ્રુઆરીના રોજ કામથના મૃતદેહની ફોરેન્સિક ઓટોપ્સી કરવામાં આવી. હાલ ટોક્સીકોલોજી રિપોર્ટ આવવાનો બાકી છે. પ્રાથમિક તપાસ બાદ અમરેકી અધિકારીઓએ કહ્યું કે સમીરના પરિવારને આ બધી જાણકારી આપવામાં આવી છે. કામથે ઓગસ્ટ 2023માં પર્ડ્યૂથી જ માસ્ટર્સની ડિગ્રી અભ્યાસક્રમ પૂરો કર્યો હતો અને ડોક્ટરેટનો અભ્યાસ કરતો હતો. કામથની પાસે અમેરિકી નાગરિકતા હતી. 23 વર્ષના ભારતીય અમેરિકી વિદ્યાર્થી સમીર કામથની લાશ 5 ફેબ્રુઆરીના રોજ ઈન્ડિયાના પાસે જંગલમાં મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કામથનો મૃતદેહ મળ્યો તે પહેલા જ ભારતીય મૂળના એક વિદ્યાર્થી નીલ આચાર્યના મોતના સમાચાર સામે આવ્યા હતા. તેનો મૃતદેહ પર્ડ્યૂ યુનિવર્સિટી કેમ્પસના મેદાનમાંથી મળી આવ્યો હતો. નીલની માતાએ તેના ગૂમ થવાનો રિપોર્ટ લખાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર મદદ પણ માંગી હતી. મોતના કારણની તપાસ ચાલુ છે. 


પર્ડ્યૂ યુનિ.માં શું થઈ રહ્યું છે?
ઈન્ડિયાનાની પર્ડ્યૂ યુનિવર્સિટીમાં બે વર્ષની અંદર 3 ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મોત થયા છે. સમીર કામથ અને નીલ આચાર્ય પહેલા વર્ષ 2022માં ભારતીય મૂળના વરુણ મનીષ છેદાની હત્યા થઈ હતી. 20 વર્ષના વરુણની હત્યા 22 વર્ષના કોરિયન વિદ્યાર્થી જી મિન 'જીમી' શાએ કરી હતી. 


અમેરિકામાં વધી રહી છે ઘટનાઓ
ગત અઠવાડિયે ઓહાયોમાં 19 વર્ષના શ્રેયસ રેડ્ડીની લાશ મળી. જો કે અધિકારીઓએ  કોઈ પણ 'ફાઉલ પ્લે' કે હેટ ક્રાઈમની ઘટના હોવાનો ઈન્કાર કર્યો હતો. 16 જાન્યુઆરીએ જ્યોર્જિયાના લિથોનિયામાં વિવેક સૈનીની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી. એમબીએનો અભ્યાસ કરતા વિવેકે એક બેઘર વ્યક્તિને મફત ખાવાનું આપવાનો ઈન્કાર કર્યો હતો અને તે વ્યક્તિએ વિવેક પર 50 જેટલા ઘા કર્યા હતા. જેના કારણે સૈનીનું મોત થઈ ગયું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube