Samosa Ban: સમોસા ભારતમાં એટલા લોકપ્રિય છે કે કોઈ પણ મહેમાન આવે તો આપણને સમોસા જ મંગાવવાનું મન થતું હોય છે. સમગ્ર દેશમાં તમને ગમે ત્યાં સમોસા તો મળી જ જશે. ભારતમાં કદાચ જ એવું કોઈ હશે જેને સમોસા નહીં ભાવતા હોય. તમને એ જાણીને નવાઈ લાગશે કે ધરતી પર એવી પણ એક જગ્યા છે જ્યાં લોકો ભૂલેચૂકે સમોસા ખાઈ શકતા નથી. અહીં સમોસા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજીબોગરીબ કારણથી પ્રતિબંધ
સોમાલિયા એક એવો દેશ છે જ્યાં કોઈ ભૂલેચૂકે પણ સમોસુ ખાઈ શકતું નથી. વાત જાણે એમ છે કે આવું સમોસાના વિચિત્ર શેપના કારણે છે. સમોસાનો શેપ ત્રિકોણ હોય છે. સોમાલિયાનો એક કટ્ટરપંથી સમૂહ માને છે કે સમોસાનું ત્રિકોણિય રૂપ ક્રિશ્ચિયન કમ્યુનિટીની નજીક છે. તે તેમના પવિત્ર ચિન્હ સાથે મળતું આવે છે. આ ચિન્હને તેઓ ખુબ સન્માન આપતા હોવાના કારણે સોમાલિયામાં સમોસાને પ્રતિબંધિત કરાયા છે. 


અત્રે જણાવવાનું કે સોમાલિયાના લોકો સમોસા બનાવવા, ખરીદવા અને ખાવા પર સજાના હકદાર હોય છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો છે કે સોમાલિયામાં સમોસા એટલા માટે પ્રતિબંધિત છે, કારણ કે ત્યાં ભૂખમરાતી મરેલા જાનવરોના મીટનો સમોસામાં ઉપયોગ કરાતો હતો. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે સોમાલિયામાં સમોસાને આક્રમકતાનું પ્રતિક ગણવામાંઆવે છે. આથી તેને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરાયા છે. 


ભારત સહિત સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે સમોસા
અત્રે જણાવવાનું કે સમોસા સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય છે. આ રસપ્રદ સ્નેક્સ લોટ કે મેદાની સાથે બટાકા વટાણાનો મસાલો નાખીને  બનાવવામાં આવે છે. જેને ચટણી સાથે પીરસવામાં આવે છે. એવું મનાય છે કે સમોસાની ઉત્પતિ ઉત્તર ભારતમાં થઈ છે. ત્યારબાદ તે સમગ્ર ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશથી થઈને સમગ્ર દક્ષિણ એશિયામાં લોકપ્રિય થઈ ગયા. 16મી સદીના મુઘલકાળ દસ્તાવેજ આઈને અકબરીમાં પણ સમોસાનો ઉલ્લેખ જોવા મળ્યો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube